વઘઈ ખાતે સ્ટુડન્ટ ફોર સેવા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આજરોજ લાખો વિદ્યાર્થીઓના પ્રેરણાપુંજ પ્રો.યશવંતરાવ કેલકરજીની જયંતિ નિમિત્તે ડાંગ જિલ્લા સ્ટુડન્ટ ફોર સેવા અને કૃષિ મહાવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 56 યુનિટ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો તથા વઘઈ નગરવાસીઓએ રક્તદાન કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રાંત ના SFS સહસંયોજક યોગીનાથભાઈ લક્ષ્મણ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *