ડાંગ જિલ્લામા વિશ્વ મલેરીયા દિન ની ઉજવણી કરાઇ

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ડાંગ જિલ્લાના પંચાયતની આરોગ્ય શાખા દ્વારા 25 એપ્રિલના રોજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ. ડામોરના અધ્યક્ષપણા હેઠળ વિશ્વ મલેરીયા દિન ની ઉજવણી કરવામા આવી હતી.

ચાલુ વર્ષના મલેરીયા દિવસ ઉજવણી માટે “ટાઇમ ડિલીવર મલેરીયા: ઇનવેસ્ટ. ઇનોવેટ ઇમ્પલીમેન્ટ” ની થીમ રાખવામા આવી હતી. સાથે જ એડવોકેસી વર્કશોપ તેમજ મીટીંગનુ પણ આયોજન કરવામા આવ્યુ હતુ.

ડાંગ જિલ્લામા છેલ્લા 3 વર્ષ દરમિયાન મેલેરીયાના કેસોના પ્રમાણમા ધટાડો નોધાયેલ છે. જે બાબતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોરે આરોગ્ય કર્મીઓના કામગીરીની સરાહના કરી હતી.
આ પ્રસંગે જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી ડો.ડી.કે.શર્મા દ્વારા મેલેરીયા રોગની ગંભીરતા, રોગનો ફેલાવો તથા લોકોમા મેલેરીયા વિશે જન જાગૃતી અને રોગને અટકાવવા બાબતે આઇ.ઇ.સી. દ્વારા પ્રચાર- પ્રસાર કરવા, તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર શામગહાન, વધઇ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારીશ્રીઓ, લેબોરેટરી ટેકનીશીયન, અને સુપરવાઇઝરોને મલેરીયા વિશે માહિતી આપી હતી. મલેરીયા અંગે જન સમુદાયમા વધુમા વધુ લોકોને માહિતગાર કરવાના હેતુસર ગ્રામ્ય કક્ષાએ સખી મંડળની બહેનો, આંગંણવાડી, શાળા કક્ષાએ ગૃપ મિંટીગ, લઘુ શીબીર વગેરેનુ આયોજન કરી મલેરીયા જાગૃતી કાર્યક્રમો જરૂરી છે તેમ શ્રી ડો.ડી.કે.શર્માએ વધુમા જણાવ્યુ હતુ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *