વધઇ ખાતે યોજાયેલા ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’માં 44 પ્રશ્નોનો થયો સ્થળ ઉપર જ નિકાલ

નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને સ્વાગત કાર્યક્રમ યોજાયો

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

“સ્વાગત સપ્તાહ” અંતર્ગત આયોજિત રાજ્યવ્યાપી “તાલુકા સ્વાગત કાર્યક્રમ” ની શૃંખલાનો એક કાર્યક્રમ તાજેતરમા વઘઇ ખાતે યોજાઇ ગયો. ડાંગના નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોષીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા વઘઇ તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં કુલ 15 અને ગ્રામ સ્વાગત કાર્યક્રમમા 33 જેટલા પ્રશ્નો, પ્રજાજનોએ રજૂ કર્યા હતા. જે પૈકી 44 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. વઘઇના મામલતદારશ્રી તરફથી મળેલી વિગતો અનુસાર આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આ પ્રશ્નોનું સુખરૂપ નિરાકરણ લાવવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી હતી. વઘઇ તાલુકાનાં સ્વાગત કાર્યક્રમમાં વૃદ્ધ પેન્શન, જાતિ/આવકના દાખલા, આંગણવાડી અને શાળાના ઓરડા, ગ્રામ્ય માર્ગો, વીજ અને પાણી વિગેરેને લગતા પ્રશ્નો રજૂ થયા હતા. તેમ પણ મામલતદારશ્રીએ વધુમાં જણાવ્યુ હતુ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *