અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે અંકલેશ્વર તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષા નો સ્વાગત કાર્યકમ યોજાયો હતો મામલતદાર કરણસિંહ રાજપૂત ની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ સ્વાગત કાર્યક્રમ માં વિભાગના અધિકારીઓ સાથે અરજદારોની ઉપસ્થિતિમાં ૩૬ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો

  • મુખ્યમંત્રીશ્રીના ઓનલાઈન-ઓફલાઈન જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ “સ્વાગત” ની શરૂઆત તા. ૨૪મી એપ્રિલ, ૨૦૦૩ના રોજ તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાઈ હતી. આ કાર્યક્રમને ૨૦ વર્ષ પુર્ણ થવાના અવસરે રાજ્યભરમાં પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે જનસુખાકારીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. હાલ સ્વાગત સપ્તાહ”ની ઉજવણી થઈ રહી છે ગ્રામ્ય સ્તરથી જિલ્લાકક્ષા સુઘીના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત જનતાના પ્રશ્નોનાં નિવારણ માટે જિલ્લા વહિવટીતંત્ર પ્રતિબઘ્ઘ છે. “સ્વાગત સપ્તાહ”ની જનજાગૃતિ ઉજવણી અંતર્ગત અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે તાલુકા અને ગ્રામ્ય કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં અરજદારોની ઉપસ્થિતિમાં ગ્રામ સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.મામલતદાર કરણસિંહ રાજપુતની અધ્યક્ષતામાં અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો ની ઉપસ્થિતિ માં કુલ ૩૬ જેટલાં પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. લોકોની સમસ્યાઓ જેવી કે, પાણી, રસ્તા, આવાસ, ગટર, સરકાર ની સહાય યોજનાઓ, માળખાકીય સુવિધાઓ, જમીન માપણી, જેવા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.આ પ્રસન્ગે અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી મયુરી ગાઈન સહીત ના અધિકારી ઓ અને7 અરજદારો ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *