અંકલેશ્વર હાઉસિંગ એસોસીએશન દ્વારા જીઆઇડીસી ડિવિઝન મેનેજરને આવેદનપત્ર આપ્યું

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર હાઉસિંગ એસોસીએશન અને સ્થાનિકો દ્વારા જીઆઇડીસી ના રહેણાંક વિસ્તાર માં વસ્તી વધવાની સાથે ભૂગર્ભ જળ ઊંડા જતા તળાવ ની જરુરીઆત ઉભી થતા તળાવ બનાવવા માટે જીઆઇડીસી કચેરી ના ડિવિઝન મેનેજર ને આવેદન પત્ર પાઠવ્યું હતું અને તળાવ ન બનાવવા માં આવે તો ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી. અંકલેશ્વર જીઆઇડીસી ના નોટીફાઇડ વિસ્તારમાં આવેલા રહેણાક વિસ્તાર માટે પ્લોટ નંબર 2 યુટિલિટી વોટર તળાવ માટે જગ્યા ફાળવવામાં આવેલ છે. અને તળાવ ની જગ્યા ના સેમ્પલ ની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગયેલ છે ત્યારે તળાવ બનાવા માટે ની યોજના બની ગયેલી તો પણ છેલ્લા 5 થી 6 વર્ષ થી આ તળાવ ની વાતો ચાલી રહી છે ત્યારે અંકલેશ્વર હાઉસિંગ એસોસીએશન દ્વારા તળાવ બનાવા માટે ઘણી વાર ઉચ્ચકક્ષા સુધી રજૂઆત કરેલ છે છતાં પણ હજુ સુધી તળાવ બનાવવા માટે ની કામગીરી હાથ ધરવામાં આવી નથી . નોટીફાઇડ નો રહેણાક વિસ્તાર વધી જતા વસ્તી પણ વધી વધવાના કારણે . રહેણાક વિસ્તાર માં પાણી ની જરૂરિયાત ઉભી થઇ છે અને ભૂગર્ભ જળ પણ ઊંડા જતા તળાવ વહેલી તકે બનાવવામાં આવે તેવી માંગ સાથે અંકલેશ્વર હાઉસિંગ એસોસીએશન અને સ્થાનિકો જીઆઇડીસી કચેરી ખાતે પહોંચી ડિવિઝન મેનેજર ધવલ વસાવા ને આવેદનપત્ર પાઠવ્યું હતું અને માંગ સ્વીકારવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી કરશું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *