રાજય કક્ષાની વાનગી હરિફાઇના સ્પર્ધકોને ઇનામ વિતરણ સમારંભ

રાજય કક્ષાની વાનગી હરિફાઇના સ્પર્ધકોને ઇનામ વિતરણ સમારંભમાં મહિલા અને બાળ વિભાગના સચિવ અને કમિશનર શ્રી મનિષા ચંદ્રા, આઇ.સી.ડી.એસના નિયામક શ્રી અશોક શર્મા સહિત અધિકારીઓ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યાં હતા.

રાષ્ટ્રીય પોષણ માહ- ૨૦૨૦ અંતર્ગત યોજાયેલ વાનગી હરિફાઇમાં રાજય કક્ષાએ વિજેતા બનેલા સ્પર્ધકોનું મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે સન્માન

સમગ્ર રાજયમાં સપ્ટેમ્બર મહિનામાં રાષ્ટ્રીય પોષણ માહ- ૨૦૨૦ ની ઉજવણી કરવામાં આવી હતી. આ પોષણ માહની ઉજવણી દરમ્યાન રાજયના તમામ જિલ્લામાં વાનગી હરિફાઇ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વિજેતા બનેલા સ્પર્ધકોને આજરોજ મહિલા – બાળ વિકાસ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ મંત્રીશ્રીના હસ્તે ટેક હોમ રેશનમાંથી બનતી વાનગીઓ માટે બનાવેલ ફિલ્મની સીડીનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.સમગ્ર ગુજરાતમાં સપ્ટેમ્બર માસ દરમ્યાન રાષ્ટ્રીય પોષણ માહ- ૨૦૨૦ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમ્યાન રાજયના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકા વિસ્તારમાં વાનગી હરિફાઇનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાંથી ૧૦ વાનગીની પસંદગી કરીને રાજય કક્ષાની સ્પર્ધા માટે મોકલવામાં આવી હતી. સમગ્ર રાજયમાંથી કુલ- ૩૯૦ સ્પર્ધકોની વાનગીની રાજય કક્ષામાંની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી હતી.આ વાનગી હરિફાઇ માટે આઠ સભ્યોની નિર્ણાયક કમિટી બનાવવામાં આવી હતી. નિર્ણાયક કમિટી દ્વારા જુદા જુદા સ્પર્ધકોની વાનગી ચકાસી ૨૪ વાનગીઓને પસંદ કરી હતી. જે પૈકી પ્રથમ કક્ષાએ – ત્રણ, દ્રિતીય કક્ષાએ – ત્રણ અને તૃતીય કક્ષાએ ત્રણ મળી કુલ – ૯ વાનગીને નિર્ણાયક કમિટી દ્વારા પસંદ કરવામાં આવી હતી.
રાજય કક્ષાની વાનગી હરિફાઇમાં પ્રથમ કક્ષાએ આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના આરતી રણજીતભાઇ પરમાર, મહેસાણા જિલ્લાના મહેસાતા તાલુકાના ભાવનાબેન સૂર્યકાંતભાઇ ભટ્ટ, નવસારી જિલ્લાના નવસારી તાલુકાના નલીનીબેન ધર્મેશભાઇ મિસ્ત્રીની વાનગીની પસંદગી કરવામાં આવી હતી. દ્રિતીય કક્ષાએ રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના રીંકલબેન, સુરત શહેરના ચેતના લલિત આસેદેકર અને ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના કરીના મનજીભાઇ પાલનપુરા ની વાનગીની પસંદગી પામી હતી. તેમજ તૃતીય કક્ષાએ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના દિયાબેન જનતાભાઇ ગામીત, રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના અવંતીકાબેન રાઠોડ અને આણંદજિલ્લાના આણંદ તાલુકાના જીનલબેન દિપકભાઇ પટેલની વાનગીની પસંદગી કરવામાં આવી હતી.પ્રથમ કક્ષાએ વિજેતા ઉમેદવારને રૂપિયા ૧૦ હજારનો ચેક, દ્રિતીય કક્ષાએ વિજેતા ઉમેદવારને રૂપિયા ૪૧૦૦/- નો ચેક અને તૃતીય કક્ષાએ વિજેતા ઉમેદવારને રૂપિયા ૧૫૦૦/- ચેક તેમજ અમૂલનું ગીફટ હેમ્પર અને પ્રમાણ પત્ર મંત્રીશ્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. રાજય કક્ષાની વાનગી હરિફાઇના ૩૮૧ સ્પર્ધકોને આશ્વાન ઇનામ તરીકે અમૂલનું ગીફટ હેમ્પર આપવામાં આવ્યા છે.રાજય કક્ષાની વાનગી હરિફાઇના સ્પર્ધકોને ઇનામ વિતરણ સમારંભમાં મહિલા અને બાળ વિભાગના સચિવ અને કમિશનર શ્રી મનિષા ચંદ્રા, આઇ.સી.ડી.એસના નિયામક શ્રી અશોક શર્મા સહિત અધિકારીઓ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યાં હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM