અમદાવાદ શહેર કોંગ્રેસ-પ્રમુખના પુત્ર સહિત ૨૦ યુવા ૮૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

સાંતેજના ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ માણતા ૨૦ નબીરાઓની કરાઈ ધરપકડ

ગાંધીનગર જિલ્લાના સાંતેજ પાસે આવેલા રણછોડપુરા ગામ નજીકના શ્રમદીપ ફાર્મ હાઉસમાં અમદાવાદના ૨૦ નબીરાને દારૂની મહેફિલ માણતાં સાંતેજ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે ૭ ગાડી, ૨૧ મોબાઈલ સહિત રૂ. ૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મિત્રની બર્થ ડે હોવાથી મહેફિલ માણવા ભેગા થયા હતા. પોલીસને જાેઈ એક આરોપીએ દારૂની બે બોટલ દીવાલની બહાર ફેંકી દીધી હતી. દારૂ પીધેલા પકડાયેલા નબીરાઓમાં અમદાવાદ શહેર કોંગ્રેસ-પ્રમુખ શશિકાંત પટેલનો પુત્ર પણ સામેલ છે. સાંતેજ પોલીસને બાતમી મળી હતી કે રણછોડપુરા ગામ પાસે આવેલા શ્રમદીપ ફાર્મમાં કેટલાક યુવકો ભેગા થઈ દારૂની મહેફિલ માણે છે, જેથી સાંતેજ પોલીસની ટીમે ફાર્મ હાઉસમાં દરોડો પાડ્યો હતો. પોલીસને ત્યાંથી એક દારૂની બોટલ, પડીકા અને ગ્લાસ અને બે દારૂની બોટલના ખોખા મળી આવ્યાં હતાં. પોલીસને જાેઈ એક આરોપીએ બંને બોટલ દીવાલની બહાર ફેંકી દીધી હતી. કલોલ ડિવિઝન ડ્ઢઅ.જીઁ. વી.એન.સોલંકીએ જણાવ્યું હતું કે આરોપીઓ દારૂ ક્્યાંથી લાવ્યા હતા અને ફાર્મહાઉસ કોનું છે વગેરે અંગે રિમાન્ડ મેળવી તપાસ કરવામાં આવશે. સાંતેજમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા નબીરા

  • દેવ શશિકાંત પટેલ
  • માનુસ દેસાઇ
  • આદિત્ય પંચાલ
  • હસ્ત પટેલ
  • યુગ રાજપુરોહિત
  • જય પટેલ
  • તીર્થ પટેલ
  • ખુશ્મ પટેલ
  • દુલાર પટેલ
  • શુભ પંચોલી
  • રામ પટેલ
  • તિલક લાખાણી
  • વંશીલ શાહ
  • હર્ષિલ શેલડિયા
  • અભિષેક પટેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *