સુરત જિલ્લા ના કામરેજ માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત દ્વારા ૨૦ દિવસનો સંઘ શિક્ષા વર્ગ (કેમ્પ) પ્રથમ વર્ષ નો જાહેર સમારોપ કાર્યક્રમ યોજાયો.

પૂર્ણાંહુતિ કાર્યક્રમમાં બેન્ડના વિવિધ વાધ્યો, લાઠીના પ્રયોગો, યષ્ટી, કરાટે, પરેડ અને યોગાસનનું સુંદર નિદર્શન કરવામાં આવ્યું હતું.

રીપોર્ટ, મયુર પટેલ

કેમ્પનાં પૂર્ણાંહુતિ કાર્યક્રમમાં બેન્ડના વિવિધ વાધ્યો, લાઠીના પ્રયોગો, યષ્ટી, કરાટે, પરેડ અને યોગાસનનું સુંદર નિદર્શન કરવામાં આવ્યું હતું.
કેમ્પના કાર્યવાહ શ્રી જયંતીભાઈ પટેલ એ કેમ્પની વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યુ કે, ૨૦૬ શિક્ષાર્થીઓની ૨૦ દિવસની ટ્રેનિગમાં સવારે ૪.૧૫ થી રાત્રે ૧૦.૦૦ વાગ્યા સુધીની ચોક્કસ દિનચર્યામાં રહેવાને કારણે અનુસાશન, સામુહિકતા અને રાષ્ટ્રભક્તિનાં ભાવનું જાગરણ થાય છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિ વિશેષ તેમજ ઉદ્યોગપતિ શ્રી ધીરજલાલ કોટડીયા (સહજાનંદ ગ્રૂપ ઓફ કંપનીઝ) એ RSSની રાષ્ટ્રભાવનાની પ્રસંશા કરી સમાજને પણ રાષ્ટ્રપ્રેમને પોતાની પ્રાથમિકતામાં લાવવા આહવાન કર્યું હતું.
આ કાર્યક્રમનાં મુખ્ય વક્તા RSS ગુજરાત પ્રાંતનાં સહ કાર્યવાહ શ્રી ડૉ. સુનિલભાઈ બોરિસા એ પ. પુ. ડોક્ટર સાહેબ ના સમયથી પ્રશિક્ષણ (વર્ગ) પરંપરા ની વાત કરી હતી
જેમાં આવનાર શિક્ષાર્થી ગણવેશ, શુલ્ક પોતે ખર્ચી સંઘ કાર્ય ના વિસ્તાર કરવા માટે શિક્ષણ લેવા કાર્યકર્તા આવે છે. જેનો શારીરિક, બૌદ્ધિક ની સાથે સેવા આત્મીયતા સામૂહિકતા , વ્યક્તિ નિર્માણ ના પાઠ શીખતા હોય છે.
આ પ્રકાર ના વર્ગો માં મહાત્મા ગાંધીજી, પૂ. બાબા સાહેબ, સાવરકર જી એ પણ મુલાકાત લીધી હતી.
વર્તમાન સમય માં ભારત/ હિંદુત્વ નો વિશ્વ માં સ્વીકાર થઈ રહ્યો છે. યોગ, પર્યાવરણ, આયુર્વેદ તરફ વિશ્વ ની નજર ભારત ઉપર છે.
અત્યારે ભગવાન મહાવીર સ્વામી નું નિર્માણ વર્ષ ૨૫૫૦, છત્રપતિ શિવાજી મહારાજ ના રાજ્યારોહણનું ૩૫૦ મુ વર્ષ, સ્વામી રામતીર્થ ની ૧૫૦ મી જન્મ જયંતી, મહર્ષિ દયાનંદ સરસ્વતી નું ૨૦૦ મુ જન્મ જયતિ વર્ષ તથા સ્વતંત્ર સેનાની હેમુ કાલાણી નું જન્મશતાબ્દી વર્ષ ઉજવી રહ્યા છીએ ત્યારે આવા સમયે જરૂર છે શિવાજી મહારાજ ના સુરાજ ની જેમાં અર્થ, ગૃહ, કૃષિ, વિજ્ઞાન, ભાષા, કલા,પર્યાવરણ અને સ્વામી દયાનંદ સરસ્વતી ની સ્વબોદ્ધ ની વાત ઉપર ભાર મૂક્યો હતો..
આ ઉપરાંત સમરસતા, પર્યાવરણ (પાણી અને પ્લાસ્ટિક) નાગરિક શિષ્ટાચાર, કુટુંબ પ્રબોધન જેવા વિષય ઉપર જાગૃતિ લાવવા કાર્યકર્તા અને સમાજ ને આહવાન કર્યું હતું..
આ કાર્યક્રમ માં સુરત, કામરેજ, અને દક્ષિણ ગુજરાત માંથી મોટી સંખ્યામાં ભાઈઓ – બહેનો ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *