મહુવા તાલુકાના વલવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલિયો દિવસ ઉજવાયો

રિપોર્ટ ,મયુર પટેલ

મહુવા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલીયો દિવસ ભારત તેમજ ગુજરાત સરકારના ઇનસેનટીફાઇડ પલ્સ પોલિયો કાર્યક્રમ-૨૦૨૩ અંતર્ગત પ્રા. આ. કેન્દ્ર વલવાડા ખાતે માનનીય જિલ્લા પંચાયત સભ્યશ્રી શ્રી રાકેશભાઈ એ. પટેલ દ્વારા ૦-૫ વર્ષ ના તમામ બાળકોને પોલિયો રસીના બે ટીપાં પીવડાવી કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રા. આ.કેન્દ્ર ના મેડિકલ ઓફીસર ડો. હિમાંશુ બી પટેલ,ડો. નિરાલીકુમારી એચ પટેલ ,આરોગ્ય સ્ટાફ ,આશાબેનો,આગણવાડી બેન હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં વિસ્તારના તેમજ વિસ્તાર બહારના ઇટના ભઠા,રોડ અને મકાન બાંધકામ સાઇટ વગેરેમાં તમામ ૦-૫ વર્ષ ના તમામ બાળકોને પોલિયો રસીના બે ટીપાં પીવડાવીની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *