



નરેન્દ્ર મોદી ની સરકાર ના 9 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી ના ભાગ રૂપે ટિફિન બેઠક યોજાઈ
ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા માં યોજાયેલ બેઠકમાં કાર્યકરો ને સરકાર ની ઉપલબ્ધિ લોકો સુધી લઈ જવા આહવાન કરાયું : અંકલેશ્વર શહેર, તાલુકા અને હાંસોટ ના આગેવાનો બેઠક માં જોડાયા.
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
નરેન્દ્ર મોદી ની સરકાર ના 9 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી ના ભાગ રૂપે ટિફિન બેઠક યોજાઈ હતી. ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા માં યોજાયેલ બેઠકમાં કાર્યકરો ને સરકાર ની ઉપલબ્ધિ લોકો સુધી લઈ જવા આહવાન કરાયું હતું. અંકલેશ્વર શહેર, તાલુકા અને હાંસોટ ના આગેવાનો બેઠક માં જોડાયા હતા.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે નેતૃત્વના નવ વર્ષ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં એક મહિના સુધી અલગ અલગ કાર્યક્રમ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા ક્ષેત્રમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. આ વિશેષ અભિયાન અંતર્ગત અંકલેશ્વર ના પુન ગામ સ્થિત લાખા હનુમાનજી મંદિર ખાતે અંકલેશ્વર શહેર તાલુકા અને હાંસોટ તાલુકા ભાજપ ની ટિફિન બેઠક ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા માં યોજવામાં આવી હતી. જેમાં ત્રણે મંડળના હોદ્દેદારો તેમજ વિવિધ મોરચા ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ડૉ નિતેન્દ્રસિંહ દેવધારા, શહેર બીજેપી પ્રમુખ નરેન્દ્ર પટેલ મહામંત્રી જીગ્નેશ અંદારીયા, મિનેષ ગાંધી સહીત હોદેદારોએ કાર્યકરો સાથે ઘરેથી લાવેલા ટિફિન સાથે ભોજન કરતા કરતા તમામ ને સરકાર દ્વારા છેલ્લા નવ વર્ષમાં થયેલા વિકાસની ગાથા સમજાવી આ ગાથા અન્ય લોકો સુધી લઈ જવા માટે અપીલ કરી હતી.