
ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ,પ્રદેશ ભાજપ ના આર્થિક સેલ ના કન્વીનર પ્રેરક શાહ ઉપસ્થિત રહ્યા

ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર હાંસોટ વિધાનસભા ભાજપ દ્વારા નરેન્દ્ર મોદી ની સરકાર ના નવ વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી ના ભાગ રૂપે શહેર ના શારદા ભવન ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને ,પ્રદેશ ભાજપ ના આર્થિક સેલ ના કન્વીનર પ્રેરક શાહ ની અધ્યક્ષતા હેઠળ પ્રબુદ્ધ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની સરકાર ના નવ વર્ષ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં એક મહિના સુધી અલગ અલગ કાર્યક્રમ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા ક્ષેત્રમાં ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ વિશેષ અભિયાન અંતર્ગત અંકલેશ્વર ના શારદા ભવન ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને પ્રદેશ ભાજપ ના આર્થિક સેલ ના કન્વીનર પ્રેરક શાહ ની અધ્યક્ષતા હેઠળ પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું ,આ સંમેલન માં 200 થી વધુ પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા છેલ્લા નવ વર્ષમાં થયેલા વિકાસની ગાથા ઓ અંગે વિસ્તુત માહિતી આપવામાં આવી હતી ,આ પ્રસંગે ભરૂચ જિલ્લા મહામંત્રી વિનોદ પટેલ અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ ,તાલુકા પંચાયત ના પ્રમુખ અરવિંદ પટેલ નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા સહીત તમામ મોરચા ના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા .