





મહેસાણા જિલ્લા ના દરેક નાગરિક ની અંદર યોગ વિષય અંગે ની જાગૃતતા લાવવા માટે બાઇક રેલી યોજવામાં આવી
રીપોર્ટર-ચેતનભાઈ પટેલ-મહેસાણા
આગામી 21 જૂન ના રોજ .એક પૃથ્વી એક સ્વાસ્થ્ય ની થીમ પર વિશ્વ યોગ દિવસ ની દેશભરમાં ઉજવણી કરવામાં આવશે .જેના સંદર્ભે માં મહેસાણા જિલ્લા માં પોલીસ વિભાગ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું આ બાઈક રેલીને જિલ્લા અધિક્ષક અચલ ત્યાગીના વરદ હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવી
મહેસાણા જિલ્લામાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સવારે પાંચ વાગ્યાથી ઉજવણી ની શરૂઆત કરવામાં આવશે અલગ અલગ જેટલા સ્થળોએ ચાર હજાર થી વધારે જેટલા સ્થળોએ 6 લાખથી વધારે યોગ સાધકો જોડાશે
મહેસાણા પોલીસ વિભાગ દ્વારા આયોજિત બાઈક રેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડથી. રાધનપુર રોડ ઉપર થઈને મોઢેરા ચોકડી. ભમરીયા નાળા થઈને. તોરણ વાળી માતા. પરા ટાવર સમર્પણ ચોક. હૈદરી ચોક. રક્ષા સર્કલથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ પરત ફરી હતી
આઠ કિલોમીટરના અંતરે આ બાઈક રેલી કાઢી રાજમાર્ગો પર લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો
વિશ્વ યોગ દિવસની જાગૃતિ લાવવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
આ બાઈક રેલી ની અંદર પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ જોડાયા હતા
આ અવસરે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક દેસાઈ. જિલ્લા રમત ગમત અધિકારી વિરલ ચૌધરી. તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા