રાજકોટ જિલ્લાની તમામ જનતા જનાર્દનને વંદન સાથે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રીશ્રી ભાનુભાઈ મેતા, જ્યંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાએ અનુરોધ કર્યો છે. સંક્રમણને રોકવું તે આવશ્યક છે એટલા માટે આપ સૌને અપીલ કરીએ છીએ કે રાત્રી કર્ફ્યુના નિયમોનું પાલન કરીએ અને જરૂરી આવશ્યકતા વગર બાર નીકળશો નહીં, સરકારના નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરીએ અને કરાવીએ વધુમાં જિલ્લાના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ સ્થાનિક પ્રશાસનને સહકાર આપશો નિયમોનું આપણે તો પાલન કરીએ અન્યને પણ પાલન કરાવશો બહાર નીકળીએ ત્યારે માસ્ક ફરજીયાત પહેરશો તેમ અંતમાં જણાવેલ હતું..
