
ઘરે-ઘરે પહોચાડવા માટે પ્રદેશ અધ્યક્ષ પાટીલના હસ્તે ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતેથી 25 પ્રચાર રથનું પ્રસ્થાન કરાયું

સમગ્ર ગુજરાતમાં 7 દિવસ સુધી દરેક વિધાનસભામાં એક દિવસ પ્રચાર રથ ફરશે



રિપોર્ટ ઈકબાલ મેમણ હિંમતનગર
વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૯ વર્ષના સુસાશનના કાર્યોની જાણકારી ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા દ્વારા ઘરે-ઘરે પહોચાડવા માટે રાજ્યના તમામ 182 વિધાનસભા ક્ષેત્રોને આવરી લઈને રથ ભ્રમણ કરશે આજે પ્રદેશ ખાતેથી આ માટે ૨૫ જન સંપર્ક રથોનું પ્રસ્થાન પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના વરદ હસ્તે લીલી ઝંડી બતાવીને કરવામાં આવ્યું હતું.
ભાજપનાગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ દ્વારા યાદીમાં જણાવ્યા મુજબ ગરીબ, પિડિત, શોષિત, દલિત, વચિત અને છેવાડાના માનવી માટે કેન્દ્રની ભાજપા સરકાર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં 9 વર્ષથી કામ કરી રહી છે તે સંદર્ભે બક્ષીપંચ મોરચા દ્વારા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રચાર રથનો પ્રારંભ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના અધ્યક્ષસ્થાને કરાયો એ પ્રસંગે સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશના મહામંત્રીઓ પ્રદિપસિંહ વાઘેલા, રજનીભાઇ પટેલ, વિનોદભાઇ ચાવડા,બક્ષીપંચ મોરચાના પ્રભારીશ્રી એમ.એસ.પટેલ ઉપસ્થિતિ રહ્યા હતા.
આ કાર્યક્રમ અંગે મીડિયાને માહિતી આપતા ગુજરાત પ્રદેશબક્ષીપંચ મોરચાના પ્રમુખ મંયકભાઇ નાયકે જણાવ્યું કે, આજે ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં 7 દિવસ સુધી દરેક વિઘાનસભામાં એક દિવસ પ્રચાર રથ ફરશે, કાર્યને મિસકોલથી સમર્થન આપવા 9090902024 નંબર પર મિસ કોલ કરી તેમજ પ્રચાર રથમાં પોસ્ટ કાર્ડના માધ્યમથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સરકારને સમર્થન આપી શકે છે.
ગુજરાતની 26 લોકસભામાં આવતી 182 વિઘાનસભામાં આ પ્રચાર રથ ઘરે-ઘરે પહોંચી જનતાને કેન્દ્ર સરકાર અને રાજય સરકારના કાર્યોની માહિતી આપશે.એમ પ્રદેશ મીડિયા વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી હતી