



















તા.૨૩ જૂનના રોજ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે છેલ્લા શ્વાસ સુધી લડત આપનાર, પ્રખર રાષ્ટ્રવાદી નેતા, મહાન ચિંતક અને ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ બલિદાન દિવસે સમૃદ્ધ અને શક્તિશાળી ભારતના નિર્માણ માટે અવિરત કાર્યરત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થયાના ભાગરૂપે ભાજપાના ‘સંપર્કથી સમર્થન કાર્યક્રમ‘ હેઠળ ધારાસભ્ય રીટાબેન પટેલના સે.૧૧ સ્થિત જનસંપર્ક કાર્યાલય ખાતે ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારમાં જનસંઘના સમયથી અખૂટ દેશભક્તિની ભાવના સાથે જનસંઘ અને ભાજપાના વિચારને અપાર સંઘર્ષ કરી જન જન સુધી પંહોચડવામાં ખુબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે એવા રાષ્ટ્રસેવા કાજે જીવનના અનેક વર્ષ સમર્પિત કરનાર વરિષ્ઠ આગેવાનો સાથે વાર્તાલાપ અને ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ તકે વરિષ્ઠ આગેવાનો વાડીભાઈ પટેલ, કૃષ્ણકાંત ઝા, ગગજીભાઈ આદરજ, વિષ્ણુભાઈ પટેલ બાબાજી, ભદ્રશિલાબેન ત્રિવેદી, મહેન્દ્રભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ સ્ટીલ, અશોકભાઈ મેહતા(ઉનાવા), પી.પી બિહોલા એડવોકેટ, ભીખાભાઈ પટેલ સાથે પ્રદેશ મંત્રી અને ગાંધીનગર મહાનગર ભાજપ સંગઠનના પ્રભારી નૌકબેન પ્રજાપતિ, ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર હિતેશ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ, મહામંત્રી કનુભાઈ દેસાઈ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ભાજપ અગ્રણી કેતનભાઈ પટેલે સંવાદ કર્યો હતો. ધારાસભ્ય રીટાબેન પટેલે શાલ ઓઢાડી સૌ આગેવાનોનું સન્માન કર્યું હતું.
સૌ વરિષ્ઠ આગેવાનોએ જૂના સંસ્મરણો અને સંઘર્ષના સમયના પ્રસંગો વાગોળ્યા હતા તેમજ આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રે થઈ રહેલા અવિરત વિકાસ અને દેશની વર્ષો જૂની સમસ્યાઓના નિવારણ અંગેની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો તેમજ સૌએ સાથે ભોજન લીધું હતું.