‘મેરા બુથ, સબસે મજબૂત‘: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ભોપાલથી દેશના દસ લાખ બૂથના કાર્યકર્તાઓ સાથે સંવાદ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ઉદબોધન અન્વયે શહેર ભાજપ દ્વારા તમામ વોર્ડમાં કાર્યક્રમ યોજાયા

ધારાસભ્ય રીટાબેન પટેલના જનસંપર્ક કાર્યાલય ખાતે ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી અને શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટે ઉપસ્થિત રહી પ્રધાનમંત્રીનું સંબોધન સાંભળ્યું

વોર્ડ નં.૫ માં કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, વોર્ડ નં.૩ માં પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ, વોર્ડ ૧૦ માં મંત્રીશ્રી કુંવરજી બાવળિયા, યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો. પ્રશાંત કોરાટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે તા.૨૭ જૂન ૨૦૨૩, મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘મેરા બુથ, સબસે મજબૂત‘ અભિયાન અંતર્ગત ભોપાલ ખાતેથી દેશના દસ લાખ બૂથના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમ અન્વયે શહેર ભાજપ દ્વારા કાર્યકર્તાઓ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સંબોધન નિહાળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રીટાબેન પટેલના જનસંપર્ક કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં મહાનગરના પ્રભારી મંત્રી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતાં. શહેર ભાજપ કાર્યાલય શ્રી કમલમ, સે.૨૧ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, વોર્ડ નં.૩ ખાતે પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ, વોર્ડ ૧૦ ખાતે મંત્રીશ્રી કુંવરજી બાવળિયા, યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો. પ્રશાંત કોરાટ, વોર્ડ નં.૭ માં પ્રેમલસિંહ ગોલ ઉપસ્થિત રહ્યા હતાં. ઉપરાંત શહેરમાં વિવિધ સ્થાનોએ આયોજિત કાર્યક્રમમાં પક્ષના અગ્રણીઓ, સંગઠનના હોદ્દેદારો, ચુંટાયેલા સભ્યો, બુથ પ્રમુખો, અલ્પકાલીન વિસ્તારકો, કાર્યકર્તાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું પ્રેરક ઉદબોધન સાંભળ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *