વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળ,પંચમહાલ હસ્તકની વિવિધ જોગવાઈઓ હેઠળ વર્ક ઓર્ડર વિતરણ કેમ્પ યોજાયો.

વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત શહેરા તાલુકાના કુલ ૮૬ ગામોના રૂપિયા ૩૮૫ લાખની રકમના કુલ ૩૧૨ કામોના વર્ક ઓર્ડર વિતરણ કરાયા

રાવ બિજેંન્દ્ર યાદવ કમલમ ન્યૂઝ.ગોધરા

વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળ,પંચમહાલ હસ્તકની વિવિધ જોગવાઈઓ જેવી કે,૧૫% વિવેકાધીન જોગવાઈ, તાલુકા કક્ષા,એટીવીટી કાર્યવાહક,એટીવીટી તાલુકા કક્ષા,પ્રાંત કક્ષા જોગવાઈ હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪માં શહેરા તાલુકાના કુલ ૮૬ ગામોના કુલ રૂપિયા ૩૮૫ લાખની રકમના કુલ ૩૧૨ કામોના વર્ક ઓર્ડરનું વિતરણનો કેમ્પ નગરપાલિકા હોલ, શહેરા ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે કલેક્ટરશ્રીએ મંજુરી આપેલા કામોની વહીવટી પ્રક્રિયા પુર્ણ કરી તમામ કામોના વર્ક ઓર્ડર આપી સબંધિત ગ્રામપંચાયતને કામો સત્વરે શરૂ કરી કામોની ગુણવત્તા જાળવી સમય મર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી.આ તકે ઉપસ્થિત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને ધારાસભ્યશ્રી શહેરા શ્રી જેઠાભાઈ ભરવાડ દ્વારા આ કામોના એકસાથે વર્ક ઓર્ડર આપવાની કલેક્ટર શ્રી ની કામગીરીની પ્રસંશા કરી અને સરપંચશ્રી ઓને આ કામગીરી સમયસર પુર્ણ કરવા સરપંચશ્રીઓને આહવાન કર્યું હતું.

શહેરા તાલુકાના કામોના વર્ક ઓર્ડર વિતરણ કેમ્પમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ અને ધારાસભ્યશ્રી, શહેરા શ્રી જેઠાભાઈ ભરવાડ, કલેક્ટર શ્રી આશિષ કુમાર , તાલુકા પ્રમુખ શ્રી, સંગઠનના પદાધિકારી શ્રી ઓ તથા તમામ ગામોના સરપંચશ્રીઓ અને તલાટી કમ મંત્રીશ્રીઓ હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *