૨૮ જુન ૨૦૨૩ સ્કુલ હેલ્થ, આર.બી.એસ.કે. સ્ક્રીનીંગ મેગા ડ્રાઇવ

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,

“શાળા પ્રવેશોત્સવ અંતર્ગત સ્કુલ health આર.બી.એસ.કે. સ્ક્રીનીંગ મેગા ડ્રાઇવ ૨૮ જુન ૨૦૨૩ના રોજ શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ માં વ્યારા તાલુકા ની કુલ ૩ આર.બી.એસ. કે ટીમ ના ફુલ ૬ ડોકટરશ્રી તથા ૩ ફાર્માસીસ્ટ અને ૩ ફીમેલ હેલ્થ દ્દ્વારા કુલ-6 શાળાના બાળકોનું હેલ્થ આરોગ્ય તપાસ કરવામાં આવી જેમાં કુલ-2882 બાળકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું.જેમાં ઈન્દુ ગામ મા આવેલ નર્સીંગ કોલેજ ના સ્ટુડન્ટ અને સ્મીમેર મેડીકલ કૉલેજ સુરત થી થર્ડ યર એમ.બી.બી.એસ. સ્ટુડન્ટના સહયોગથી આરોગ્ય તપાસ કરવામાં આવી.

આરોગ્ય તપાસ માં બાળકોનું વજન ઉંચાઇ તપાસણી કરવામાં આવી. જેમાં સ્થળ પર સારવાર આપવામાં આવી. ૧૦ અને ૧૬ વર્ષના બાળકોને ટી.ડી.(ધનુર અને ડીપ્થેરીયા) વેકસીનેશન કરવામાં આવ્યું. અને જરૂરીયાત મુજબ એનીમીક(કુપોષણવાળાં) બાળકોનું હિમોગ્લોબીનની તપાસ કરવામાં આવી. જરૂરીયાત મુજબ બાળકોને વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા. આ મેગા ડ્રાઇવ કાર્યક્રમ માં તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. પ્રણય પટેલ સાહેબ તથા તાલુકા આરોગ્ય સુપરવાઈઝર શ્રી રાજેશભાઇ શેઠ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *