અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરાયા

અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરાયા
ભાજપ પ્રેરિત વર્તમાન ચેરમેન કરસનભાઈ પટેલે 14 સભ્યો સાથે ઉમેદવારી પત્રો ભર્યા
ભાજપ ના મેન્ડેડ ઉપર 15 સભ્યો એ ઉમેદવારી પત્રો ભર્યા.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની ચૂંટણી જાહેર થતા ભાજપ પ્રેરિત વર્તમાન ચેરમેન કરસનભાઈ પટેલ સહીત તેમના 14 સભ્યો એ સોમવાર ના રોજ ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્રો ભરી જીત નો આશાવાદ સેવ્યો હતો .

અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની ચૂંટણી જાહેર થઇ છે જેમાં ખેડૂત વિભાગ માં 10 ,સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગ માં 1,તેમજ વેપારી વિભાગ ની 4 બેઠક મળી કુલ 15 બેઠક ની ચૂંટણી માટે ,તા 3 જી જુલાઈ ના રોજ ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ ,તા 4 જુલાઈ ના રોજ ઉમેદવારી પત્રો ચકાસણી ,તા.7 જુલાઈ ના રોજ ફોર્મ ખેંચવા , તા 14 મી જુલાઈ ના રોજ મતદાન અને 15 મી જુલાઈ ના રોજ મતગણતરી હાથ ધરાશે ત્યારે ભાજપ પ્રેરિત અને ભાજપ ના મેન્ડેડ ઉપર ખેતીવાડી બજાર સમિતિ ના વર્તમાન ચેરમેન કરસનભાઈ પટેલે તેમના 14 સભ્યો સાથે સોમવાર ના રોજ એપીએમસી ખાતે જિલ્લા રજીસ્ટાર ભરૂચ અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના ચૂંટણી અધિકારી પરેશકુમાર કણકોટીયા સમક્ષ ઉમેદવારી પત્રો ભર્યા હતા ,અને તેમના તમામ 14 સભ્યો સાથે જીત નો આશાવાદ વ્યક્ત કર્યો હતો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *