



રાકેશ વાળા
વિદ્યા ભારતી ટ્રસ્ટ દ્વારા BBA તથા BCA કોલેજના પહેલા વર્ષનાં નવા વિદ્યાર્થીઓ માટે ”ધ પાવર ઓફ હેબિટસ” વિષય પર સેમીનાર આયોજન કરવામાં આવ્યો. ઇસ્કોન મંદિર વડોદરા થી પધારેલા શ્રીમાન કેશવ શ્યામસુંદર દાસ દ્વારા પાવર પોઇન્ટ પ્રેસેંટેશન, બોધક કથા અને વ્યાવહારિક ટિપ્સ દ્રારા વિષયને વિદ્યાર્થીઓને કૉલેજ દરમિયાન અને ત્યારબાદના જીવનમાં પણ કઈ રીતે ઉપયોગી છે એ બાબત સમજાવવામાં આવે. ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નોનું પણ નિરાકરણ કરવામાં આવ્યું. દરેક વિદ્યાર્થીઓને લગભગ 500 ધ મેસેજ ટુ યુથ ઓફ ઇન્ડિયા અને રસરાજ કૃષ્ણ પુસ્તકો ભેટ આપવામાં આવી. વધુમાં તેમની સાથે આવેલા રશિયા સાયબેરીયા અને કજાકસ્તાનના ભક્તો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. એમણે હરે કૃષ્ણ હરે રામની ધૂન થી સૌને જુમતા કરી દીધા હતા. અંતમાં પ્રિન્સિપલશ્રી સનેહલભાઈ મિસ્ત્રી અને વાઇસ પ્રિન્સિપલ શ્રીમતી પાયલ બેન દ્વારા સર્વ ઉપસ્થિત મહાનુભવોને ગિફ્ટ આપી અભિવાદન કરવામાં આવ્યું. રશિયા થી આવેલા ભક્તો ત્રણ દિવસ રામજી મંદિર બારડોલી ખાતે રોકાનાર છે. સૌ બારડોલી વાસીઓને એમનો સંગ પ્રાપ્ત કરવા હાર્દિક આમંત્રણ છે.