ધી સુરત ડીસ્ટ્રીકટ કો.ઓપ. બેંક લી. સુરત દ્વા૨ા ૧૧૪ મી પાતલ શાખાનો શુભારંભ

રિપોર્ટ, મયુર પટેલ

સુરત અને તાપી જીલ્લામાં વિશાળ નેટવર્ક ધરાવતી ધી સુરત ડિસ્ટ્રીકટ કો.ઓપ. બેંકે પાતલ, તાલુકા માંડવી મુકામે તેની ૧૧૪ મી શાખાનું લોકાર્પણ માનનીય મંત્રીશ્રી, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર શ્રી કુંવરજીભાઈ હળપતિના વરદ્ હસ્તે સંપન્ન કર્યું હતું.
સમારંભમાં બેંકનાં ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ, બેંકના વાઈસ ચેરમેનશ્રી સંદિપભાઈ દેસાઈ, માનનીય સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, માનનીય મંત્રીશ્રી, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર શ્રી કુંવરજીભાઈ હળપતિ, પાતલ ગામના સરપંચશ્રી ભુપેન્દ્રભાઈ તથા બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સ ઉપસ્થિત રહયા હતા.
સમારંભનો આરંભ બેંકના મેનેજીંગ ડિરેકટરશ્રી મહાવીરસિંહ ચૌહાણ સાહેબે સ્વાગત પ્રવચન કરીને કર્યો હતો. ત્યારબાદ બેંકના સ્થાનિક ડિરેકટરશ્રી નરેન્દ્રસિંહ મહિડા, માનનીય સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, માનનીય મંત્રીશ્રી, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર શ્રી કુંવરજીભાઈ હળપતિએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
માનનીય સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ માંડવી તાલુકા મુકામે શાખા ખોલવા બદલ સંચાલક મંડળનો આભાર વ્યકત કર્યો હતો.
માનનીય મંત્રીશ્રી, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર શ્રી કુંવરજીભાઈ હળપત્તિએ બેંકના પ્રવર્તમાન ચેરમેનશ્રી તથા સંચાલક મંડળની આવા અંતરિયાળ વિસ્તારમાં શાખા ખોલવાની પહેલને બિરદાવી હતી અને વધુમાં વધુ આવા અંતરિયાળ વિસ્તારોના લોકો બેંકીંગ ફોલ્ડ તથા વિવિધ ગર્વમેન્ટ સ્કીમો હેઠળ જોડાય તેના પર વિશેષ ભાર મુકયો હતો.
બેંકના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે બેંકની ગતિવિધીથી અવગત કરી આવા અંતરિયાળ વિસ્તારોમાં શાખા ખોલવી અને લોકોના આર્થિક અને સામાજીક ઉત્થાનમાં સુધારો કરવો એ પણ આ બેંકનું એક સામાજીક ઉત્તરદાયિત્વ હોય, તેમજ આ બેંક ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહેશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
કાર્યક્રમનાં અંતે બેંકના જનરલ મેનેજરશ્રી કલ્પેશભાઈ શાહ સાહેબ સૌ ગ્રામજનનો
આભાર વ્યકત કર્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *