રિપોર્ટ, મયુર પટેલ

સમારંભમાં બેંકનાં ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ, બેંકના વાઈસ ચેરમેનશ્રી સંદિપભાઈ દેસાઈ, માનનીય મંત્રીશ્રી, વન, પર્યાવરણ, હવામાન તથા પાણી પુરવઠા શ્રી મુકેશભાઈ પટેલ, સુમુલ ડેરીના ડિરેકટરશ્રી જયેશભાઈ પટેલ, સાયણ સુગર ફેકટરીના ચેરમેનશ્રી રાકેશભાઈ પટેલ તથા બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સ અને અન્ય સ્થાનીક સહકારી આગેવાનો ઉપસ્થિત રહયા હતા.
સમારંભનો આરંભ બેંકના મેનેજીંગ ડિરેકટરશ્રી મહાવીરસિંહ ચૌહાણ સાહેબે બેંકની વિવિધ સ્કીમોની વિસ્તૃત માહિતી આપી કર્યો હતો. ત્યારબાદ માનનીય મંત્રીશ્રી, વન, પર્યાવરણ, હવામાન તથા પાણી પુરવઠા અને બેંકના ડિરેકટરશ્રી મુકેશભાઈ પટેલ, સુમુલડેરીના ડિરેકટરશ્રી જયેશભાઈ પટેલ, સાયા સુગર ફેકટરીના ચેરમેનશ્રી રાકેશભાઈ પટેલે પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા.
માનનીય મંત્રીશ્રી, વન, પર્યાવરણ, હવામાન તથા પાણી પુરવઠા અને બેંકના ડિરેક્ટરશ્રી મુકેશભાઈ પટેલે ઓલપાડ તાલુકાના ઉમરા જેવા નવા વિકસી રહેલા વિસ્તારમાં બેંકની શાખા ખોલવાથી આ વિસ્તારના વેપારી મિત્રો, ગૃહિણીઓ, ખેડૂતો તથા અન્યોને બેંકીંગ સેવા તથા વિવિધ ધિરાણોની સગવડ ઘર આંગણે જ મળી રહેશે તેવી ખાત્રી વ્યકત કરી હતી.
બેંકના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે પણ શાખા વિસ્તૃતિકરણ તથા બેંકની વિકાસયાત્રાથી સર્વને અવગત કર્યા બાદ જણાવ્યું હતું કે સંસ્થાનો હેતુ માત્ર નફાનો નહીં પરંતુ સમાજના નિમ્ન વર્ગની સુખાકારીમાં પણ વધારો થાય તે માટે કામ કરવાનો હોય તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
કાર્યક્રમને અંતે બેંકના જનરલ મેનેજરશ્રી કલ્પેશભાઈ શાહ સાહેબે ઉમરા જેવા નવા વિકસી રહેલા વિસ્તારમાં નવા આકાર પામી રહેલા ધંધાઓ તથા ફેકટરીઓના વેપારી મિત્રોને બેંકની કેશ ક્રેડીટ તથા ધિરાણની અન્ય સુવિધાઓ ખૂબ જ સરળતાથી મળી રહેશે એવો વિશ્વાસ વ્યકત કરી આભારવિધિ કરી હતી.