અમરોલી સેલ્ફ ફાઇનાન્સ બી.બી.એના વિદ્યાર્થી ઓ માટે એનએનએસ અને એનસીસી ઓરિએન્ટેશન પ્રોગ્રામનુ આયોજન

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ આર.વી પટેલ કોલેજ ઓફ કોમર્સ(અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ.શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ),સુટેક્ષ કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી ના બી.બી.એના વિદ્યાર્થી ઓ માટે એનએનએસ અને એનસીસી ઓરિએન્ટેશન પ્રોગ્રામ તા. ૧૧-૦૭-૨૦૧૩ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન અને વક્તા તરીકે જે.ડી. ગાબાણી કૉમર્સ કોલેજના અને એનસીસી એન એનએસએસ ઓફિસર ડો.અમિત ગોધાણીએ પ્રસંગોચિત વક્તવ્ય રજૂ કરી વિદ્યાર્થીનીઓને NSS નુ મહત્વ સમજાવી તેમાં જોડાવા માટે ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના આચાર્ય ડો. મુકેશ આર. ગોયાણી ના માર્ગદર્શન હેઠળ એનએનએસ ઓફિસર ડો.પ્રદીપકીમર લંકા,જ્યોતિકા ટેલર,પ્રા.સોએબ જીંદાણી, પ્રા.રશ્મી તેમજ એનસીસી- સીટીઓ ડો. અનિલા પિલ્લાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતે રાષ્ટ્રગીત થી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *