
રોટરી ક્લબ ડિવાઈન ડીસા દ્વારા તારીખ 15/07/2023 ના શનિવાર ના રોજ “ચાઈલ્ડ હેલ્થ એન્ડ પેરેન્ટિંગ સેમિનાર” આલ્ફાબેટ સ્કૂલ ડીસા માં રાખવામાં આવેલ. જેના પ્રોજેક્ટ ચેરમેન ડૉ રીટાબેન પટેલ હતા અને સ્પીકર તરીકે ડીસા ના જાણીતા સેવાભાવી બાળરોગ નિષ્ણાંત ડૉ હિરેનભાઈ પટેલ હતા. ડૉ હિરેનભાઈ એ બાળકો ના વિકાસ માટે માતાપિતા એ કેવી કાળજી રાખવી જોઇએ તે અંગે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યુ હતું.આ સાથે વાલીઓ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નો અંગે પણ ખુબ જ ઊંડાણ પૂર્વક ની સમજૂતી આપી હતી. આ કાર્યક્રમમાં સ્કૂલ ના પ્રિન્સિપલ વર્ષાબેન પુરોહિત તથા શિક્ષિકા બહેનોનો ખૂબ જ સાથ સહકાર મળ્યો .કાર્યક્રમમાં પ્રમુખ રોટે.ગિરિજાબેન અગ્રવાલ, સેક્રેટરી ડૉ. વર્ષાબેન પટેલ, પૂર્વ આસિસ્ટન્ટ ગવર્નર ડૉ.રીટાબેન પટેલ, પૂર્વ પ્રમુખ ડૉ.બિનલબેનમાળી,ગીતાબેન વ્યાસ ,ડૉ અલ્પાબેન શાહ, કાન્તાબેન પટેલ, વીણાબેન પંચાલ, ફાલ્ગુનીબેન ઠક્કર, રેનુકાબેન ઠક્કર, કવિતાબેન ઠક્કર, મીનાબેન ખત્રી,ધારાબેન શાહ હાજર રહ્યા હતા.
આનંદ ઠકકર ડીસા
