‘આપણું નવસારી, ટીબી મુક્ત નવસારી

આપણા દેશ, રાજય કે શહેરોમાં જો કોઈ રોગને નાબુદ કરવાનું હાલ અભિયાન પુરજોષમાં ચાલતુ હોય, તો એ ટીબી મુક્ત ભારત અભિયાન છે. માન. પ્રધાનમંત્રીશ્રી એ વર્ષ – ૨૦૨૫ સુધીમાં આપણા દેશ માંથી ટીબીને નિર્મુલન કરવાનો લક્ષ્ય રાખેલ છે.

આ સંકલ્પને સિધ્ધ કરવા માટે ભારત સરકારશ્રી દ્વારા વર્ષ – ૨૦૨૫ સુધીમાં ટીબી મુકત ભારત કરવાનું આહવાન કરેલ છે. જેના માટે ભારત સરકારશ્રી દ્વારા નેશનલ સ્ટ્રેટેજીક પ્લાન બનાવવામાં આવેલ છે. આ પ્લાન અંતર્ગત મુખ્ય ઉદ્દેશો ૧. નવા દર્દીઓના શોધવાનો દર ૪૪લાખ થી ઓછો કરવો ૨. દર્દીઓનો મૃત્યુ દર ૩ લાખ થી ઓછો કરવો ૩. દર્દીઓનો ટીબી નિદાન અને સારવારનો ખર્ચ શુન્ય કરવો નિર્ધારીત કરેલ છે. જે મુજબ નવસારી જીલ્લામાં વર્ષ ૨૦૧૭ ના નવા દર્દીઓ શોધવાના દર ૧૩૦ લાખ હતો જે હાલ ઘટીને ૧૧૧/લાખ છે. મૃત્યુદર ૮/લાખ હતો જે ધટીને હાલ લાખ થયેલ છે. તેમજ ટીબીના નિદાન અને સારવારની તમામ સુવિધાઓ જીલ્લામાં વિનામુલ્યે ઉપલબ્ધ છે.

જિલ્લા ક્ષય કેન્દ્ર – નવસારી એ આ સંકલ્પને સિધ્ધ કરવા તમામ પદાધિકારીશ્રીઓ / અધિકારીશ્રીઓ

કર્મચારીશ્રીઓ ના સંકલનમાં ટીબી રોગ નિર્મુલન અભિયાન ને સફળ બનાવવા પ્રયત્નો ચાલુ રાખ્યા છે. ટીબીના

મુખ્ય લક્ષણો ખાંસી, તાવ, રાત્રે પરસેવો વળવો, ભુખ ન લાગવી, વજન ઉતરી જવુ, ગળફામાં લોહી આવવુ

વગેરે છે. ફેફસાના ટીબી ઉપરાંત ફેફ્સા સિવાયનો ટીબી જેમકે લસિકાગ્રંથીનો ટીંબી, મગજનો ટીબી, હાડકાનો

ટીબી, આંતરડાનો ટીબી વગેરે હોઈ શકે છે.

ટીબી ના નિદાન અને સારવાર વિનામુલ્યે તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ છે. ટીંબી નિદાન અને સારવાર માટે હાલ જીલ્લામાં કુલ ૬૫ સરકારી આરોગ્ય કેન્દ્રો / હોસ્પીટલો ખાતે તમામ સેવાઓ ઉપલબ્ધ છે. જીલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે માઈક્રોસ્કોપી સેન્ટરો કાર્યરત છે. નવી આધુનિક NAAT પધ્ધતિથી ટીબીના નિદાન માટે જીલ્લા ખાતે નવસારી સિવિલ હોસ્પીટલ, મૈગુખી હોસ્પીટલ બીલીમોરા અને સબ ડિસ્ટ્રીકટ હોસ્પીટલ ચીખલી ખાતે લેબોરેટરી કાર્યરત છે. તેમજ જીલ્લામાં કુલ ૧૩ આરોગ્ય સંસ્થાઓ ખાતે એક્સરે ની સુવિધા પણ ઉપલબ્ધ છે. વર્ષ ૨૦૨૨ માં કુલ ૨૨૩૭ ટીબીના દર્દીઓ નોંધાયેલ છે. અને ચાલુ વર્ષ ૨૦૨૩ માં

કુલ ૧૧૬ ટીબીના દર્દીઓ નોંધાયેલ છે. ટીબીના દર્દીઓની અધતન સારવારની સુવિધાઓ જીલ્લાના તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ છે. ડ્રગ સેન્સીટીવ ટીબીની સારવાર છ માસની હોય છે. જયારે ડ્રગ રેસીસ્ટન્ટ ટીબીની સારવાર નવ થી વીસ માસની હોય છે. જે વિનામુલ્યે ઉપલબ્ધ છે. નવસારી જીલ્લાનો ટીબીના દર્દીઓનો સારા થવાનો દર ૯૦ ટકા હાંસીલ

કરેલ છે. વળી ટીબીના દર્દીઓને ભારત સરકારશ્રીની નિાય પોષણ યોજના અંતર્ગત સારવાર ચાલે ત્યાં સુધી દર મહીને દર્દીના બેંક ખાતામાં ૫૦૦ રૂપિયાની સહાય આપવામાં આવે છે. નિક્ષય પોષણ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨ માં કુલ ૫૫ લાખ રૂપિયાની સહાય આપવામાં આવેલ છે. તથા ચાલુ નાશાકીય વર્ષમાં કુલ૧૫ લાખ

રૂપિયાની સહાય આપવામાં આવેલ છે.

પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સંસ્કારી નગરી નવસારીના દરેક તાલુકામાં સારવાર લેતા ટીબીના ગરીબ દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે એ હેતુથી જીલ્લાના ઉદાર દાતાઓ (નિશ્ચય મિત્રો) જેવા કે પદાધિકારીશ્રીઓ, સ્વૈચ્છીક સંસ્થાઓ, આરોગ્યના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, વિવિધ સંસ્થાકીય સંગઠનો, ખાનગી તબીબો દ્વારા સારવાર ચાલે ત્યાં સુધી પોષણ કીટનું વિતરણ કરવામાં આવે છે. હાલ આ અભિયાન અંતર્ગત જીલ્લાના સારવાર હેઠળના કુલ ૮૨૭ દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવેલ છે. પ્રધાનમંત્રીશ્રીના ટીબી મુક્ત ભારત ૨૦૨૫ સંકલ્પને સિધ્ધ કરવા નવસારી જીલ્લા ક્ષય કેન્દ્રના જીલ્લા ક્ષય અધિકારીશ્રી તથા તેમની ટીમ કટીબધ્ધ છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM