


G-20 અંતર્ગત નાણાં મંત્રીશ્રીઓ અને કેન્દ્રીય બેંકના ગર્વનરશ્રીઓની ભારતના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સિતારમનજીની આગેવાનીમાં અને રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સેન્ટ્રલ વિસ્ટા-એક્ઝિબિશન ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે યોજાયેલા ભોજન સમારંભમાં કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ સહિત કેન્દ્ર સરકારના મહાનુભાવો, અન્ય રાજ્યોમાંથી પધારેલા નાણામંત્રીશ્રીઓ, G-20 ના ડેલીગેટ્સ અને વૈશ્વિક નાણાકીય સંસ્થાઓના આગેવાનશ્રીઓ જોડાયા હતા.