




કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
ભરૂચ જિલ્લા ના હાંસોટ તાલુકાના બાલોટા ગામ ના યુવકો પગપાળા કેદારનાથ કાવડ લઈ જવા માટે રવાના થયા છે. કાવડ માં તાપી. નર્મદા, બાલોટા, રામેશ્વર અને કાશીવિશ્વનાથ ખાતે થી લાવેલા પાંચ અલગ અલગ જળ કાવડ માં ભરી પવિત્ર શ્રાવણ માસ માં કેદારનાથ મંદિર ખાતે પંચામૃત જળાભિષેક કરશે સાથે .12 માં જ્યોતિર્લિંગ સાથે યુવાનો ની 12 જ્યોતિર્લિંગ ની મનોકામના પૂર્ણ થશે

- હાંસોટ તાલુકાના બાલોટા ગામ ના યુવાનો છેલ્લા 11 વર્ષ થી ભોળા શંભુ ની અનોખી ભક્તિ કરી રહ્યા છે. 11 વર્ષ પૂર્વે 12 જ્યોતિર્લિંગ ના પગપાળા કાવડ લઇ જળાભિષેક કરી દર્શન કરવાની મહેચ્છા વચ્ચે . આજે 11 વર્ષ પૂર્ણ કરી 12 માં વર્ષે બાલોટા ગામ ના યુવાનો અંદાજે 1500 કિલોમીટર કરતા વધુ અંતર કાપી અંતિમ જ્યોતિર્લિંગ સ્વરૂપે કેદારનાથ પહોંચશે. ગામ ના 23 યુવાનો કેદારનાથ જવા માટે સંઘ લઇ નીકળતા ગામ ના શિવ મંદિરમાં પૂજા કરી હતી જે બાદ ગ્રામજનો દ્વારા ફુલહાર અને ભજન કીર્તન સાથે ભાવભીની વિદાય સાથે યુવાન હેમખેમ યાત્રા પૂરી કરે એવી પ્રાર્થના કરી હતી. બાલોટા ગામ ના યુવાનો કાવડ લઈ પગપાળા જઈ દર વર્ષે એક એક જ્યોતિર્લિંગ નાં દર્શન કરી અગિયાર જ્યોતિર્લિંગ નાં દર્શન કરી ચૂક્યા છે. બારમાં અને છેલ્લા કેદારનાથ જ્યોતિર્લિંગ ના દર્શન કરવા માટે નીકળ્યા હતા.અને અંદાજે 1500 કિલોમીટર નું અંતર કાપી કેદારનાથ મંદિર દર્શન કરી પંચામૃત જળાભિષેક કરશે. ગામના સુરેશભાઈ પટેલ ની રાહબરી હેઠળ નિકળેલા યુવાનો નો પગપાળા સંઘ અંકલેશ્વર આવતા રસ્તામાં લોકો તેમને જયઘોષ સાથે જુસ્સો વધાર્યો હતો.આ કાવડ યાત્રીઓ રોજ ના 70થી 75 કિલોમીટર તેઓ ચાલશે અને 30 દિવસે કેદારનાથ ખાતે 28 મી ઓગસ્ટ ના રોજ શ્રાવણ માસ ના સોમવારે મહાદેવ પર પાંચ સ્થળ ના નીર નો પંચામૃત નો અભિષેક કરશે.
