રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦ ત્રીજી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે જવાહર નવોદય વિદ્યાલય,ભાદરણ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

રિપોર્ટ : બીના પટેલ

 રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦ની ત્રીજી વર્ષગાંઠની ઉજવણી પુરા દેશમાં ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે ત્યારે તે અંતર્ગત જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણ ખાતે યોજાયેલ વિવિધ કાર્યક્રમના ભાગરૂપે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યુ હતું. 

આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ દંડકશ્રી રમણભાઈ સોલંકીએ વિદ્યાલયની પ્રગતિ અને વૃક્ષારોપણના કાર્યક્રમની બિરદાવી વિદ્યાર્થીઓને આશિષ આપ્યા હતા. આચાર્યશ્રી ડૉ. મુનીરમૈયાએ રાષ્ટ્રીય શિક્ષણનીતિ ૨૦૨૦ની વિસ્તૃત માહિતી આપી વિદ્યાલયની પ્રગતિનો અહેવાલ પ્રસ્તુત કર્યો હતો.

પ્રારંભમાં નવોદય વિદ્યાલયના આચાર્યશ્રી ડૉ. મુનીરમૈયા દ્વારા દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ મહાનુભાવો, સ્ટાફગણ,વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં બોરસદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી ધરમસિંહ ડાભી અને જિલ્લા શિક્ષણ અધિકારીના પ્રતિનિધિ સહિત મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM