


રિપોર્ટ ઈકબાલ મેમણ હિંમતનગર
તા.31/ 7/2023 ના રોજ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ નિમિત્તે સાબરકાંઠા જિલ્લા મહિલા મોરચા દ્વારા મિલેટસની વાનગી હરીફાઈ, મિલેટ્સ ધાન્ય પ્રદર્શન અને ખેડૂતોનું સન્માન નો પ્રોગ્રામ કરવામાં આવ્યો. જેમાં જિલ્લા અધ્યક્ષ જે.ડી.પટેલ સાહેબ, પ્રદેશ ઉપાધ્યક્ષા કુ. કૌશલ્યા કુંવરબા, પ્રદેશ પ્રભારી ગજેન્દ્ર ભાઈ સક્સેના, જીલ્લા મહિલા મોરચા ના પ્રદેશ પ્રભારી ડૉ. સુશીલાબેન પટેલ,જિલ્લા અધ્યક્ષ નીલાબેન પટેલ, હિંમતનગર ધારાસભ્ય વી.ડી.ઝાલા સાહેબ, ઈડર ધારાસભ્ય રમણલાલ વોરા સાહેબ,જિલ્લા સંગઠન મહામંત્રી વિજયભાઈ પંડ્યા,જિલ્લા મહિલા મોરચા પ્રભારી પ્રજ્ઞાબેન પટેલ, પ્રદેશ કારોબારી સભ્ય પારૂલબેન શુક્લ, હિંમતનગર શહેર નગરપાલિકા પ્રમુખ યતિનબેન મોદી અને મિલેટ્સ ના વક્તા તરીકે (સૃષ્ટિ ઈનોવેશન) ના રમેશભાઈ પટેલ તથા જિલ્લા મિલેટ્સ ના ઇન્ચાર્જ જીનલબેન પટેલ અને ચેતનભાઈ પટેલ, મીનાક્ષીબેન ગઢવી ઈનચાર્જ હાજર રહ્યા. જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી શ્રીઓ કાજલબેન દોશી અને લીનાબેન વ્યાસ અને જિલ્લા મહિલા મોરચા ઉપપ્રમુખ નિમૅલાબેન પંચાલ એ પ્રોગ્રામ નું સંચાલન કર્યુ અને હિંમતનગર શહેરના પ્રમુખ અરૂણાબેન કડિયા, મહામંત્રી અચૅનાબેન ભટ્ટ, તાલુકાના પ્રમુખ ભાવનાબેન પંડ્યા તથા જિલ્લાના કારોબારી સભ્યો મંડળ મોરચાની પ્રમુખ મહામંત્રી અને તેમની કારોબારી બહેનો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તથા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો અને મોટી સંખ્યામાં ખેડૂત મહિલા ખેડૂતો જોડાયા જેમાં મિલેટ્સ ધાન્ય પકવતા ખેડૂત મહિલાઓને સન્માન પત્ર આપવામા આવ્યા. તે અંગેની જાગૃતિ અને મિલેટ્સનું ઘરે ઘરે ઉપયોગ થાય અને તેનાથી થતા ફાયદા અને સ્વસ્થ આરોગ્ય માટે રમેશભાઈ પટેલ ,જીનલબેન પટેલ ,ધારાસભ્ય રમણભાઈ વોરા સાહેબ, પ્રદેશ પ્રભારી સુશીલાબેન પટેલે અને જે.ડી પટેલ સાહેબે ખૂબ જ સુંદર મંતવ્ય અને માગૅદશૅન આપ્યું અને આ પ્રોગ્રામ ખૂબ જ સફળ રહ્યો.
