પ્રધાનમંત્રીએ વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપમાં ભારતને પ્રથમવાર સુવર્ણ ચંદ્રક જીતવા બદલ કમ્પાઉન્ડ મહિલા ટીમને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્લિનમાં વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપમાં ભારતને પ્રથમ વખત સુવર્ણ ચંદ્રક જીતવા બદલ ભારતીય મહિલા કમ્પાઉન્ડ ટીમને અભિનંદન પાઠવ્યા છે.એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;“ભારત માટે ગર્વની ક્ષણ કારણ કે આપણી અસાધારણ કમ્પાઉન્ડ મહિલા ટીમ બર્લિનમાં આયોજિત વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપમાં ભારતને પ્રથમવાર સુવર્ણ ચંદ્રક લાવી છે. આપણા ચેમ્પિયનને અભિનંદન! તેમની સખત મહેનત અને સમર્પણ આ ઉત્કૃષ્ટ પરિણામ તરફ દોરી ગયું છે.”

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *