


ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, મતદાર યાદી સુધારણા અંતર્ગત તા.૮ ઓગસ્ટના રોજ શહેર ભાજપના અધ્યક્ષ ઋચિર ભટ્ટ, ધારાસભ્ય રીટાબેન પટેલ, અલ્પેશભાઈ ઠાકોરની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર.4,8,9,10 અને 11 ના સંગઠન અને ચુંટાયેલ પાંખની અગત્યની બેઠક કુડાસણ ખાતે યોજાઇ હતી જેમાં વોર્ડ સંગઠનના પદાધિકારીઓ, કોર્પોરેટરો, શક્તિ કેન્દ્રના સંયોજક અને પ્રભારી, બીએલઓ 2, બુથ પ્રમુખોને વિવિધ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.