નાગરીક સંરક્ષણ-ભુજ એકમ, ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી, ડીસ્ટ્રીકટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી-કચ્છ
સમગ્ર દેશમાં હોમગાર્ડસ અને સિવિલ ડીફેન્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વાર્ષિક દિવસની ઉજવણી સામાન્ય રીતે અનેકવિધ કાર્યક્રમોથી નાગરીક સંરક્ષણ-ભુજ એકમ દ્વારા કરવામાં આવે છે, પરંતુ હાલે કોરોના મહામારીને ઘ્યાને રાખીને નાગરીક સંરક્ષણ કચેરી-ભુજ દ્વારા ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી અને ડીસ્ટ્રીકટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી, કચ્છ સાથે સંકલનમાં રહી ને કોરોના મહામારી અન્વયે જનજાગૃતિ અભિયાનનું આયોજન હાથ ધરવામાં આવેલ. કાર્યક્રમ અંતર્ગત નાગરીક સંરક્ષણ દળના વોર્ડન સભ્યો દ્વારા ભુજ શહેરના જયુબીલી ગ્રાઉન્ડ ખાતે એકત્ર થઈને માસ્ક વિતરણ તથા જાગૃતિ અર્થેના પ્લેમ્ફલેટ વિતરણની કામગીરી તાલીમ અધિકારીશ્રી એસ.આર.જોષી તથા ચીફ વોર્ડન શ્રી ચિરાગ ભ ટ્ટ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ. ત્યારબાદ સભ્યો દ્વારા નાગરીક સંરક્ષણ કન્ટ્રોલરૂમ ખાતે મર્યાદિત સંખ્યામાં એકત્ર થઈ અને નાગરીક સંરક્ષણ દિવસની રાજય કક્ષાને ઉજવણીનું લાઈવ પ્રસારણ નીહાળેલ. લોકડાઉન ના સમયગાળા દરમ્યાન વોર્ડન સભ્યો દ્વારા કરવામાં આવેલ સરાહનીય કામગીરી બદલ તેઓને ભભકોરોના વોરીયર્સભભ તરીકેના પ્રમાણપત્રોથી પી.આઈ.શ્રી એસ.આર.જોષી તથા ચીફ વોર્ડન શ્રી ચિરાગ ભટ્ટ દ્વારા બિરદાવવામાં આવેલ હતાં. વિશેષમાં રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતાશ્રી વિભાકરભાઈ અંતાણીનું પ્રમાણપત્ર આપી વિશેષ બહુમાન કરવામાં આવેલે. આ કામગીરીમાં નાગરીક સંરક્ષણ કચેરીના શ્રી દશરથસિંહ જાડેજા, કૃષ્ણરાજસિંહ ઝાલા અને વનરાજસિંહ જાડેજા ઉપરાંત શ્રી અભય શાહ, પ્રશાંત ઠકકર અને શ્રી કેશુભાઈ ઠાકરાણી તથા અન્યો દ્વારા બેઠક વ્યવસ્થા તથા અન્ય કામગીરી સંભાળેલ છે. આ કાર્યક્રમો ઉપરાંત “કોવિડ-૧૯ જાગૃતિ અભિયાન”ના ભાગરૂપે નાગરીક સંરક્ષણ-ભુજ, ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી, ડીસ્ટ્રીકટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથીરીટી, કચ્છ તથા જી લ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સંયુકત રીતે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર, ભુજ તથા એસ.ઓ.એસ. ચીલ્ડ્રન વિલેજ, ગડા ખાતે જનજાગૃતિ કાર્યક્રમ તથા ઓરીએન્ટેશન પ્રોગ્રામ કરવામાં આવેલ. આ કાર્યક્રમ ના ભાગરૂપે ઉપસ્થિત કેન્દ્રોની મહિલાઓ તથા બાળકોને કોરોના વિશે માહીતી તથા તેનાથી સાવચેતીના પગલાંઓ બાબતે અવગત કરવામા ં આવેલ. આ કાર્યક્રમ દરમ્યાન નાગરીક સંરક્ષણ કચેરી-ભુજ, ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી અને ડીસ્ટ્રીકટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી-કચ્છ દ્વારા માસ્ક વિતરણ તથા હાલની કોરોનાની મહામારી અંગેની જાગૃતિ અંગેના પ્લેમ્ફલેટ નું વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે ડીસ્ટ્રીકટ પ્રોજેકટ ઓફીસરશ્રી માધવ હાથી, ચીફ વોર્ડનશ્રી ચિરાગ ભટ્ટ, સુરક્ષા અધિકારશ્રી રવિન્દ્ર પ્રજાપતી દ્વારા મહામારીથી બચાવ અને સાવચેતીના પગલાંઓ અંગે માહિતી આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમ માં શ્રી અરૂણ જોશી, શ્રી રોહીત ઠકકર, શ્રીમતી મીરાં સાવલીયા, શ્રી જતીન ઠકકર, શ્રી નીકુંજ અંતાણી, શ્રી દિપાલીબેન ઝાલા, બંસરીબેન પરમાર, મંત્રરાજ ગોર તથા ધારાબેન ગોર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે પોતાનું વિશેષ યોગદાન આપવામાં આવેલ હતું.




