“માટી કો નમન, વીરો કો વંદન” “હર ઘર તીરંગા” હિંમતનગર નગરપાલિકા નો ’મારી માટી – મારો દેશ’ કાર્યક્રમ ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલાની ઉપસ્થિતિમાં યોજાયો


ધારસભ્યશ્રી અને કલેક્ટરશ્રીના હસ્તે શિલાફલકમ નું અનાવરણ કરાયું : નગરજનો સાથે માટીના કોડિયા માં દીવો પ્રગટાવી પંચ પ્રણ લીઘા


    સાબરકાંઠા  જિલ્લામાં હિંમતનગર નગરપાલિકાનો મારી માટી, મારો દેશ કાર્યક્ર્મ અટલ ઓક્સિજન પાર્ક કાટવાડ ખાતે હિંમતનગર ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલાની અઘ્યક્ષતામાં યોજાયો હતો.   

 આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી – મારો દેશ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સમગ્ર દેશમાં નાગરિકોને માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા, વીર શહીદોની વંદના કરવા અને દેશ ભાવના ઉજાગર કરવાના ઉમદા ભાવ સાથે મારી માટી – મારો દેશ કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો છે. 

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ અટલજીના કાવ્યની પંક્તિ “મે દેશ નહિં મિટને દુંગા” ને સાર્થક કરી એક કદમ આગળ નિકળી સમગ્ર વિશ્વમાં દેશનો ડંકો વગાડ્યો છે.આ કાર્યક્રમ થકી દરેક દેશવાસીઓને પોતાના નગર- ગામના સ્વાતંત્ર  સેનાનીઓ, શહીદ વીરો, માતૃભૂમિ માટે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનાર સેનાના વીર શહીદ જવાનોને યાદ કરવાનો અને શ્રધ્ધાસુમન અર્પણ કરવાનો અવસર મળ્યો છે.

  આ પ્રસંગે શહિદ વીર મહિપાલસિંહને યાદ કરતા જણાવ્યું કે, ૨૫ વર્ષિય શહિદ વીર મહિપાલસિંહનો જન્મ ૧૫ ઓગસ્ટે થયો હતો. આ શહિદના ઘરે બાળકનો જન્મ થયો પરંતુ પિતાએ પોતાના બાળકનું મોઢુ પણ જોયા વિના દેશની રક્ષા ખાતે પોતાના પ્રાણોનુ બલિદાન આપ્યું છે. શહિદ વીરના પત્નિ વિરાંગના માતાએ પોતાના નવજાતને પણ દેશની રક્ષા માટે સેનામાં મોકલાની તૈયારી બતાવી જે ખરેખર વંદનીય છે.    

આ પ્રસંગે દેશ પ્રેમ પ્રદર્શીત કરતા નૃત્ય અને નાટકની પ્રસ્તુતિ કરી હતી. મહાનુભવોના હસ્તે  નિવૃત સેના-પોલીસ જવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા.        

આ પ્રસંગે ધારાસભ્ય અને મહાનુભાવોના હસ્તે શિલાફલકમ નું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમજ નગરજનો સાથે માટીના કોડિયામાં દીવો પ્રગટાવી પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. વૃક્ષારોપણ કરીને અમૃત વાટિકા નિર્માણ કરવાના કાર્યનો આરંભ કરાવ્યો હતો. રાષ્ટ્રધ્વજ ફરકાવી ને સલામી આપી હતી. રાષ્ટ્રગાન કર્યું હતું.

  આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવે, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતિના બેન મોદી,   અગ્રણી શ્રી વિજય પંડ્યા, અતુલ દીક્ષિત, અમૃત પુરોહિત, રાહુલ પટેલ, જિલ્લા પંચાય-તાલુકા પંચાયતના સદસ્ય શ્રીઓ પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ ઈકબાલ મેમણ હિંમતનગર

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *