હિંમતનગરના હાજીપુર ખાતે ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલાની ઉપસ્થિતિમાં મેરી માટી, મેરા દેશ કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર હાજીપુર ગામે ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલાની અધ્યક્ષતામાં મેરી માટી, મેરા દેશ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીના હસ્તે શિલાફલકમ નું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગ્રામજનોને ધારસભ્યશ્રી સંબોધતા જણાવ્યું કે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી – મારો દેશ અભિયાન દ્વારા સમગ્ર દેશમાં નાગરિકોના માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા, વીર શહીદોની વંદના કરવા અને દેશ ભાવના ઉજાગર કરવાના ઉમદા ભાવ સાથે મારી માટી – મારો દેશ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ સાથે તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન હર ઘર તીરંગા અભિયાનમાં પણ સૌ ગ્રામવાસી જોડાઇ દરેક ઘરે ત્રણ દિવસ તીરંગો લહેરાવીએ અને ૧૫ ઓગસ્ટ સાંજે સન્માન સહ આ તીરંગો ઉતારી લેવા અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીએ ગ્રામજનો સાથે હાથમાં માટીના દિવા સાથે પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સલામી આપી રાષ્ટ્ર ગાન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા સમાહર્તાશ્રી નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદભાઇ પટેલ, હિંમતનગર પ્રાંતશ્રી જયંત કિશોર, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ગામના નિવૃત સેના જવાન સહિત મોટી સંખ્યમાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ ઈકબાલ મેમણ હિંમતનગર