છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભો પહોંચે તે જોવા અધિકારીઓને અનુરોધ કરતાસાંસદશ્રી મિતેષભાઇ પટેલ

સાંસદશ્રીના અધ્યક્ષસ્થાને આણંદ જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા) ની બેઠક મળી

 સાંસદશ્રી મિતેષભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા)ની બેઠક મળી હતી. આ બેઠકમાં સાંસદશ્રીએ સરકારના વિવિધ યોજનાકીય લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તથા સાચો લાભાર્થી યોજનાકીય લાભોથી વંચિત રહેવા ન રહી જાય તે જોવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો. 
આ બેઠકમાં સાંસદશ્રી મિતેષભાઇ પટેલે કેન્દ્ર-રાજય સરકાર પુરસ્કૃત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમલી યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, જનની સુરક્ષા યોજના, નિશ્ચય પોષણ સહાય યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, બેટી બચાવો - બેટી પઢાઓ, મધ્યાહન ભોજન યોજના, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, સોઇલ હેલ્થ કાર્ડ,  પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના, પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ, સુકન્યા સમૃધ્ધિ યોજના, સાંસદ આદર્શ ગ્રામ યોજના, મનેરેગા, મિશન મંગલમ, દિન દયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના,  સ્વચ્છ ભારત મિશન જેવી અનેક યોજનાઓની કામગીરીની સમીક્ષા કરી જિલ્લામાં કરવામાં આવેલ કામગીરી પ્રતિ સંતોષ વ્યકત કર્યો હતો. સાંસદશ્રીએ આયુષ્માન ભારત જેવી વિવિધ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને બાકી રહેલ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ ઝડપથી મળી જાય તે જોવા સુચવ્યું હતું. સાંસદશ્રીએ આણંદ જિલ્લામાં હાલ ચાલી રહેલ અને હાથ ધરવા પાત્ર કામો જેવાં કે રસ્તાઓ, પાણી-પુરવઠા, શાળાના ઓરડાઓ, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત જેવી વિવિધ બાબતોએ વિસ્તૃત સમીક્ષા કરી હતી.  બેઠક દરમિયાન પેટલાદના ધારાસભ્યશ્રી કમલેશભાઇ પટેલે જિલ્લાના વિકાસ માટે રચનાત્મક સૂચનો કર્યા હતા. કલેકટરશ્રી મિલિંદ બાપનાએ સાંસદશ્રી અને ધારાસભ્યશ્રી દ્વારા સુચવવામાં આવેલ સૂચનોને ધ્યાને લઇ અધિકારીઓ તેમના હસ્તકની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવા જણાવ્યું હતું. બેઠકના પ્રારંભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે. વી. દેસાઇએ સૌને આવકારી વિવિધ યોજનાઓ હેઠળ કરવામાં આવેલ કામગીરીની વિગતો રજૂ કરી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી આર.એસ.દેસાઇ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.ડી.પ્રજાપતિ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લાના અમલીકરણ અધિકારીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ અને ચીફ ઓફિસરશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત આમંત્રિત સરપંચશ્રીઓ હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *