કચ્છ જિલ્લાના આઠ તાલુકામાં મારી માટી, મારો દેશ અભિયાનનો તાલુકાકક્ષાનો કાર્યક્રમ યોજાયો

કચ્છ જિલ્લાના ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર, ભચાઉ, માંડવી, મુન્દ્રા, નખત્રાણા ખાતે તાલુકાકક્ષાના મારી માટી, મારો દેશ કાર્યક્રમનું આયોજન વિવિધ પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત માટીને નમન કરીને વીરોને વંદન કરવા માટે સમગ્ર દેશમાં મારી માટી, મારો દેશ અભિયાનનું આયોજન કરાયું છે. જેને લઈને આજે કચ્છ જિલ્લાના આઠ તાલુકામાં તાલુકાકક્ષાનો મારી માટી, મારો દેશ કાર્યક્રમ યોજાયો હતો.

જિલ્લામાં ૦૯ ઓગસ્ટથી લઈને ૧૫ ઓગસ્ટ સુધી ગામડે ગામડે મારી માટી, મારો દેશ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં શિલાફલકમના નિર્માણ સાથે કળશમાંથી માટી એકઠી કરીને તાલુકાકક્ષાએ લાવવામાં આવી છે. આજરોજ તાલુકાકક્ષાનો મારી માટી, મારો દેશ કાર્યક્રમ કચ્છ જિલ્લામાં સંપન્ન થયો હતો. જોકે, અબડાસા અને લખપત તાલુકા ખાતે તારીખ ૧૮ ઓગસ્ટના રોજ તાલુકાકક્ષાનો મારી માટી મારો દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

તમામ તાલુકાકક્ષાના કાર્યક્રમમાં હાજર રહેલા પદાધિકારીશ્રીઓએ શીલાફલકમના અનાવરણની સાથે ધ્વજવંદન કરીને વીરોને યાદ કર્યા હતા. માટીને નમન કરીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવેલી પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. વિવિધ સ્થળે સેલ્ફી પોઈન્ટનું નિર્માણ કરાયું હતું જ્યાં પદાધિકારીશ્રીઓએ સેલ્ફી લઈને મેરી માટી, મેરા દેશ અભિયાનની વેબસાઈટ ઉપર અપલોડ કરી હતી.

મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત વસુંધાને વંદન કરવાના હેતુથી હાજર રહેલા પદાધિકારીશ્રીઓએ વૃક્ષારોપણ પણ કર્યું હતું. ધ્વજવંદન અને સામૂહિક રાષ્ટ્રગાનની સાથે કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, દેશના ૭૫૦૦ તાલુકાઓમાંથી કળશમાં માટી એકઠી કરીને તાલુકાદીઠ એક યુવાન દિલ્હી ખાતે વડાપ્રધાનશ્રીની હાજરીમાં આયોજિત થનારા કાર્યક્રમમાં સહભાગી થશે. દિલ્હી ખાતે દેશભરમાંથી આવેલી માટીમાંથી અમૃતવાટિકાનું નિર્માણ કરવામાં આવશે.

સાસંદશ્રી વિનોદભાઈ ચાવડા, અંજાર ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગા, માંડવી મુંદ્રા ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે, અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, રાપર ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, ભુજ ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, આગેવાનશ્રી દેવજીભાઈ વરચંદ સહિત તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ કચ્છમાં સંબંધિત તાલુકાકક્ષાના કાર્યક્રમમાં સહભાગી થયા હતા. આ ઉપરાંત, નગરપાલિકાઓ દ્વારા પણ મારી માટી મારો દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *