“આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભુજ નગરપાલિકા વિસ્તારમાં “મેરી માટી મેરા દેશ” ની ઉજવણી

કરવામાં આવી હતી.” આજરોજ સંઘી દાદા-દાદી પાર્ક ખાતે “મેરી માટી મેરા દેશ” કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં યુવા સંસ્કૃતિક બોર્ડ રા સંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ નગરપાલિકા દ્વારા ગાંધીજીની પ્રતિમા પાસે “મેરી માટી મેરા દેશ” ની તક્તીનું શીલા ફલકમ કચ્છ જીલ્લા ભાજપ દેવજીભાઈ વરચંદ, કચ્છ સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા તેમજ ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશના શહીદ માણશી ગઢવીના ધર્મપત્નીશ્રી સોનલબેન ગઢવીનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભુજ શહેરના વિવિધ વિસ્તારમાંથી એકત્રિત કરેલ માટીનો કળશ હાથમાં રાખીને પ્રતિજ્ઞા લીધી હતી. દાદા-દાદી પાર્ક ખાતે ૦૫ છોડ વાવવામાં આવ્યા હતા, પોલીસ ખાતાના એ ડીવીઝન ના ઇન્ચાર્જ સોલંકી સાહેબ તેમજ બી ડીવીઝનના ઇન્ચાર્જ જે.ડી.સરવૈયા સાહેબ તેમજ તેમની ટીમો દ્વારા દાદા-દાદી પાર્ક થી નગરપાલિકા સુધી તિરંગા રેલી તેમજ બાઈકરેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રેલી નગરપાલિકા મધ્યે પહોંચ્યા બાદ બંને ડીવીઝનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત નગરસેવકો, પોલીસ સ્ટાફ, નગરજનો તેમજ નગરપાલિકાના સ્ટાફ દ્વારા ૭૦ જેટલા છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત પ્રસંગે ઉદબોધન કરતા કચ્છના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ભુજ શહેરની માટી જ્યારે દિલ્હી ખાતે ગૌરવપથ તેમજ કર્તવ્યપથ મધ્યે પહોંચશે ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને આવા કાર્યક્રમના વિચારો દેશના યશશ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જ આવી શકે. “મેરી માટી મેરા દેશ” તેમજ “હર ઘર તિરંગા” જેવા દેશદાઝને ઉજાગર કરતા હજુ બીજા કાર્યક્રમો પણ આવી રહ્યા છે. ઉપરોક્ત પ્રસંગે ઉદબોધન કરતા કચ્છ જીલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે દેશના પનોતાપુત્ર એવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સોચ કે દેશની માટી તમામ ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, નગરપાલિક કક્ષાએ દેશની માટી એકત્રિત કરવામાં આવે અને આ માટી એકત્રિત કરીને દિલ્હી ખાતે પહોંચાડવામાં આવે તેમજ શહેર કે ગામના કોઈ શહીદ થયેલ હોય તેનું સન્માન કરવામાં આવે, જે અંતર્ગત દેશના શહીદ માણશીભાઈ ગઢવીના પરિવારનું સન્માન કરીને ધન્યતા અનુભવું છું. ઉપરોક્ત પ્રસંગે ઉદબોધન કરતા ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે આજના કાર્યક્રમમાં શહેર પોલીસ દ્વારા જે સાથ અને સહકાર મળ્યો છે તે બદલ હું તેમનો આભારી છું. આવનારા દિવસોની અંદર કાર્યક્રમો કરવાના થશે તે ભવ્યાતિ ભવ્ય થશે તેની ખાતરી આપું છું. ઉપરોક્ત પ્રસંગે કચ્છ જીલ્લા ભાજપ મહીલા મોરચાના પ્રમુખ ગોદાવરીબેન ઠક્કર, ભુજ શહેર ભાજપના મહામંત્રી જયદીપસિંહ જાડેજા, ભુજ નગરપાલિકાના શાસકપક્ષના નેતા અશોકભાઈ પટેલ, ભુજ નગરપાલિકાના દંડક અનિલભાઈ છત્રાળા, નગરસેવકોમાં કમલભાઈ ગઢવી, મનીષાબેન સોલંકી, ક્રિષ્નાબા જાડેજા, ધીરેનભાઈ લાલન, કાસમભાઈ કુંભાર ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *