





ગાંધીધામ ખાતે કે.ડી.બી.એ. અંતર્ગત સ્વીમીંગ ફેમીલી ગૃપ દ્વારા સભ્ય એવા સુરેશભાઈ ઠક્કરનો ૧૮.0૮.2023 ના રોજ ૬૨ મો જન્મદિન હોવાના ઉપલક્ષમાં અન્ય સભ્યોએ કુલ ૬૨ બોટલ રક્તદાન કરી આ દીવસને યાદગાર બનાવી મુક્યો હતો. ગાંધીધામની રાજાભાઈ બ્લડ બેંક ખાતે સંસ્થાના સભ્યો સ્વંયભુ રીતે જ સમયસર રક્તદાનકરવા પહોંચતા રહ્યા હતા. ખુદનો જન્મદિન આ રીતે મનાવવાનો નિર્ણય આભારવશ વધાવી લઈ આ માટેનો ખર્ચ સુરેશભાઈએ જાતે જ ઉઠાવી લીધો હતો એમ ચેરમેન પંકજ સોમૈયા અને પ્રોજેક્ટ ચેરમેન વિકાસ ચાંહાણની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું. આવનારા દીવસમાં આ જ રીતે સભ્યોના મહત્વના દીવસોની, સામાજીક ઋણ અદા કરી શકાય તે રીતે જ ઉજવણી કરવાનું પણ નક્કી કરાયું હોવાનું યાદીમાં જણાવાયું હતું અને આ માટે સહકાર આપનાર તમામનામી-અનામી વ્યક્તિઓનો આભાર વ્યક્ત કરાયો હતો.