ગાબાણી કોલેજમાં એન્ટી- રેગિંગ અવરનેસ રેલી અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.

શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભા સંચાલિત શ્રી જે. ડી. ગાબાણી કોમર્સ કોલેજ એન્ડ એસ. એ. એસ કોલજ ઓફ મેનેજમેન્ટમાં તારીખ 18-08-2023ના રોજ કોલેજની એન્ટી-રેગિંગ કમિટી દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને એન્ટી-રેગિંગ અંગે માહિતગાર કરવા માટે કોલેજ કેમ્પસમાં એક એન્ટી-રેગિંગ અવેરનેસ રેલી તથા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેમિનારમાં પ્રોફેસર ઉમંગ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને રેગિંગ કોને કહેવાય, તેના પ્રકારો, એના વિશેનાં કાયદાની જોગવાઈઓ, તથા રેગિંગનાં સંભવિત વિપરીત પરિણામો વિશે ડોકયુમેન્ટરી ફિલ્મ બતાવીને માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમ કોલેજનાં ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ગોવિંદભાઈ ધીનૈયાનાં માર્ગદર્શન અને પ્રેરણાથી કોલેજના એન્ટી-રેગિંગ કમિટીના સભ્યો પ્રો. રસિક કાથરોટીયા, પ્રો. ઉમંગ પટેલ, પ્રો. નયનાબેન પટેલ, પ્રો હિનાબેન ગજેરા અને સમિતિના વિદ્યાર્થી સભ્યો દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *