
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ભરૂચ જિલ્લા ના અંકલેશ્વર ખાતે આવેલ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના કેન્સર સેન્ટર ખાતે પેટ સીટી સ્કેન મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ આ લોકાર્પણ કાર્યક્રમ માં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ,સહીત ભરૂચ જિલ્લા ના સાંસદ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા





રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા અંકલેશ્વર ખાતે આવેલ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના કેન્સર સેન્ટર ખાતે તા. ૧૮ ઓગષ્ટ ૨૦૨૩ના રોજ પેટ સીટી સ્કેન મશીનનું લોકાર્પણ, કરવામાં આવ્યું હતું તેમજ મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે કેન્સરના દર્દીઓ માટે પોષણ રક્ષક કીટનું વિતરણ તેમજ કેન્સરના દર્દીઓ માટે રહેવાની ૬૦ બેડ ધરાવતી હોસ્ટેલની સુવિધા ઉભી કરવા માટે ઈ – ભૂમિ પૂજનકરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નાણા પ્રધાન કનુભાઈ દેસાઇ,ભરુચના સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ,ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી,ઝઘડીયાના ધારાસભ્ય રિતેશ વસાવા,,, જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી મારુતિસિંહ અટોદરિયાજી,કલેક્ટર તુષાર સુમેરા,જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી,,જે.બી.મોદી કેમિકલના અશોક પંજવાણી,સાન્દ્રા શ્રોફ સહિતના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.કેન્સરના સચોટ નિદાન અને તેની કેટેગરી જાણવા માટે પેટ સિટી સ્કેન મશીન ઉપયોગી બની રહે છે. આ સંપૂર્ણ પ્રક્રિયાની શરૂઆતમાં ન્યુક્લિયસ મેડિસિન દર્દીઓને ઇન્જેક કરવામાં આવે છે.જેથી પેટ સીટી સ્કેન મશીન દ્વારા શરીરના કયા ભાગમાં કેન્સર છે, કેટલું પ્રસરેલું છે અને કેટલું વ્યાપક છે તે જાણી શકાય છે. જો કેન્સરના શરૂઆતના તબક્કામાં ખબર પડે તો સારવાર દ્વારા ખુબ સારા પરિણામો મળી શકે છે.