અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે “મેરી માટી મેરા દેશ” અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે મેરી માટી મેરા દેશ” અંતર્ગત વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે વીરોને સમર્પિત શિલાફલકમનું લોકાર્પણ વૃક્ષારોપણ દીપ પ્રજવલિત કરી અમૃતકળશમાં માટીને એકત્ર કરી હતી ત્યારબાદ ઘ્વજવંદન કરી તાલુકા ના ચાર માજી સૈનિકો નું સન્માન કરવામાં આવ્યું હતું .

આઝાદી કા અમૃત મહોત્સવ”ની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા આગામી ૩૧ ઓગષ્ટ સુધી સમગ્ર દેશમાં “મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરી વીરોને સમર્પિત જુદા જુદા કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે , ત્યારે અંકલેશ્વર તાલુકા તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા હેઠળ મેરી માટી મેરા દેશ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે વીરોને સમર્પિત શિલાફલકમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ દીપ પ્રજવલ્લિત કરી ‘‘પંચપ્રાણ પ્રતિજ્ઞા’’ લેવામાં આવી હતી બાદ ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન બાદ અંકલેશ્વર તાલુકા ના ચાર માજી સૈનિકો અને શહીદ આર્મીમેન સત્યેન્દ્ર ચૌલે ના પિતા નું સન્માનપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને તાલુકા પંચાયત કચેરી ની માટી અમૃતકળશમાં એકત્ર કરવામાં આવી હતી બાદ 75 જેટલા વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયત ના પ્રમુખ અરવિંદ પટેલ ,તાલુકા વિકાસ અધિકારી મયુરીબેન ગાઇન ઉપપ્રમુખ તૃપ્તિબેન જાની કારોબારી અધ્યક્ષ કલ્પેશ પટેલ સહીત તાલુકા પંચાયત ના સભ્યો આરોગ્ય સ્ટાફ, તાલુકા પંચાયત ના કર્મચારીઓ અને આંગણવાડી બહેનો હાજર રહ્યા હતા ,

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *