મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ નવાગામ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી

નવાગામ ખાતે સગર્ભા અને ધાત્રી માતાઓ સાથે પણ મંત્રીશ્રીએ સંવાદ કર્યો

ગિરિમથક સાપુતારાના ‘મોન્સૂન મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’ નો શુભારંભ કરવા પધારેલા સામાજિક ન્યાય અને અધિકારી તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ, નવાગામ ખાતે આંગણવાડી કેન્દ્રની મુલાકાત સાથે સગર્ભા અને ધાત્રી માતાઓ સાથે સંવાદ સાધ્યો હતો.

મંત્રીશ્રીએ નવાગામ આંગણવાડી કેન્દ્રની મુલાકાત વેળાએ બાળકો તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓ સાથે મુલાકાત કરી, આંગણવાડીમાં આપવામાં આવતા પોષણયુક્ત આહારની પણ સમીક્ષા હાથ ધરી હતી.

મંત્રીશ્રીએ નવાગામ ખાતે ધાત્રી માતાની ગૃહ મુલાકાત લઈ, બાળકની તદુરસ્તી જાણી આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા આપવામાં આવતા પોષણસુધા યોજના, તથા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો લાભ લેવામાં આવે છે કે તેમ તે અંગે લાભાર્થી સાથે ચર્ચા કરી હતી.

આ વેળાએ બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી કે.કે.નિરાલા, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી.ના મેનેજિંગ ડિરેક્ટરશ્રી ડો.હસરત જાસ્મિન, ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી આર.એમ.ડામોર, પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી જ્યોતસનાબેન પટેલ તેમજ આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *