સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ

રિપોર્ટ ઈકબાલ મેમણ .હિંમતનગર

સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી. ઇડરના ધારાસભ્ય શ્રી રમણલાલ વોરાએ ૧૫માં નાણાપંચના ગ્રાન્ટ અન્વયે ઇડર-વડાલીની પંચાયતોમાં વિકાસના કેટલા કામો હાથ ધરાયા તે અંગે પ્રશ્ન રજૂ કર્યેા હતો.આ ઉપરાંત મનરેગા અંતર્ગત પંચાયતઘર અને આંગણવાડીના હાથ ધરાયેલા કામોની વિગત, ગ્રામ્ય વિસ્તારોને જોડતા સિંગલ પટ્ટી રોડ સાઇડના ગાંડા બાવળ દૂર કરવા તેમજ ચોમાસા દરમિયાન નુકશાન થયેલા રસ્તાઓનું પેચવર્કની કામગીરી હાથ ધરવા, વિજયનગર ત્રણ રસ્તાથી વડાલીને જોડતા હાઇવેનું કામ સત્વરે પૂર્ણ કરવા, સિચાઇ માટેના તળાવોની પ્રોટેકશન વોલ તૈયાર કરવી, ગુહાઇ અને વણજ ડેમ આધારીત તળાવો ભરવાની યોજના અને ઇડર અને વડાલી તાલુકામાં જમીન રી-સરવેની કામગીરીમાં થતો વિલંબ તેમજ ઇડર શહેર માટે વર્ષ ૨૦૧૬માં મંજૂર થયેલ બાયપાસ રોડ બનાવવા રૂ. ૨૫ કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા તે અંગે શુ કામગીરી કરવામાં આવી તે અંગેના પ્રશ્ન રજૂ કર્યા હતા. જેનો સબંધિત અધિકારીઓએ જવાબ આપ્યા હતા.
સંકલનના બીજા તબક્કામાં પેન્શન કેસ, સરકારી લેણાની વસૂલાત અને ચિંતન શિબિરમાં ચર્ચા કરવામાં આવેલા મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેકટરશ્રી ડૉ. દિગંત બહ્મભટ્ટ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી કે.પી. પાટીદાર, પ્રાયોજના વહિવટદારશ્રી જે.જે.નિનામા સહિત પ્રાંત અધિકારીઓ અને અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *