ડાંગ જિલ્લા ખાતે કોરોના થી પ્રથમ મૃત્યુ થતા ડાંગ જિલ્લાના લોકો મા ભય નો માહોલ

ડાંગ જિલ્લામાં પોલીસ ખાતામાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા કિરણસિંહ છત્તરસિંહ બારીયા ઉ.વ.42 આહવા મૂળ.રહે દાહોદ જિલ્લો પંચમહાલ નું આજે બુધવારે બપોરે આહવાના સિવિલ હોસ્પિટલ ના કોવિડ 19 વોર્ડમાં સારવાર દરમિયાન મોંત નિપજતાં જિલ્લાના લોકોમાં ભયનું માહોલ જોવા મળે છે. જ્યારે અન્ય બે પોઝીટીવ કેસ આહવા ખાતે ડુંગરી ફળિયામાં રહેતા એક પુરુષ ઉ.વર્ષ 61 એક મહિલા નો કોરોના રીપોર્ટ બુધવારે પોઝીટીવ આવ્યો હતો ઉપરોક્ત પુરુષ અને મહિલા પતિ પત્નિ છે તેઓ વ્યારા ખાતે અવારનવાર  દવાખાનામાં કામ અર્થે જતા હતા તેઓનું રીપોર્ટ પોઝીટીવ આવતા આહવા સિવિલમાં સારવાર હેઠળ છે આ બે કેસ પોઝીટીવ નોંધાતા જિલ્લાનો આંક 129 પર પહોચ્યો છે જ્યારે કોરોના મહામારીના ચપેટ માં આવતા ડાંગ જિલ્લામાં એકનું મોંત થયું છે જ્યારે હાલે જિલ્લામાં એક્ટિવ કેસ 8 છે.

રિપોર્ટ-અમરનાથ જગતાપ-ડાંગ

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM