જિલ્લા ભાજપ ની ટીમમાં હળવદના મહામંત્રી. મંત્રી.તરીકે વરણી થતાં શહેર ભાજપ દ્વાર ફટાકડા ફોડી વધામણા કર્યા

મોરબી જીલ્લા ભાજપના ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રી સહિતના હોદેદારોનો વરણી કરવામાં આવી, ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા સાથે પરામર્શ કરી મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાની નવી ટીમની રચના કરવામાં આવી છે, જેમાં  મોરબી જિલ્લા મહામંત્રી તરીકે હળવદના સતવારા સમાજના આગેવાન અને વર્ષોથી ભાજપ માં ખૂબ સક્રિય કામગીરી કરનાર અને હળવદ નગર પાલિકા ના પૂર્વ પ્રમુખ અને જનસંઘ થી ભાજપા ના પાયા ના કાર્યકર એવા  રણછોડભાઈ  લાલજીભાઈ દલવાડી ની  મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે.જયારે મંત્રી  તરીકે જસુબેન પટેલ ની નિમણુંક કરવામાં આવી, બંને હોદ્દેદારો હળવદ શહેર માંથી વરણી થતાથતા હળવદ શહેર ભાજપ દ્વારા સરા ચોકડી જૈન સ્વીટ પાસે ફટાકડા ફોડી વધામણા કર્યા હતા, આતક હળવદ એપીએમસીના ચેરમેન રણછોડભાઈ પટેલ. હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, બીપીનભાઈ દવે, રમેશભાઈ ભગત,ઘનશ્યામભાઈ ગોહિલ, હિતેશ લોરીયા,નગર પાલિકા સદસ્યો જયેશભાઈ પટેલ. અશ્વિનભાઈ દલવાડી,અનિલ મિસ્ત્રી, સતિષભાઈ પટેલ કમલેશભાઈ દલવાડી, સંદીપ પટેલ. મનુભાઈ રબારી, જેરામભાઈ દલવાડી, ગીરીશ ભાઈ લકુમ. સહિતના હોદ્દેદારો અને આગેવાનો કાર્યકર્તાઓ ફટાકડા ફોડીને મોઢા મીઠા કરાવી વધામણા કર્યા હતા.ફોટો લાઈન હળવદ શહેર ભાજપ દ્વારા જિલ્લા ભાજપમાં મહામંત્રી મંત્રી તરીકે વરણી થતા બંને હોદ્દેદારોના વધામણા કરાયા.

તસ્વીર :મયુર રાવલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *