
કમલમ તળાવ ,પુરસોત્તમ બાગ અને જવાહર બાગ મળી કુલ રૂપિયા 3.72 કરોડ ના કામો નું ખાતમુહર્ત કરાયું











કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર કમલમ તળાવ સહીત પુરસોત્તમ બાગ અને જવાહર બાગ મળી કુલ રૂપિયા 3.72 કરોડ ના કામો નું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું જેમાં 2 કરોડ 42 લાખ ના ખર્ચે કમલમ તળાવ ના નવીનીકરણ માટે નું ખાતમહૂર્ત કરવામાં આવ્યું હતું
રાજ્ય સરકારના અમૃત 2.0 તથા અમૃત સરોવર યોજના હેઠળ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં કમલમ તળાવ, પરષોત્તમ બાગ અને જવાહર બાગ ના વિકાસ કાર્ય હાથ ધરવામાં આવનાર છે, શહેરના હાંસોટ રોડ પર આવેલ ભીડભંજન હનુમાનજી મંદિર પાછળ આવેલ કમલમ તળાવ ના નવીનીકરણ માટે 2 કરોડ 42 લાખ ની ફાળવણી કરવામાં આવી છે ,તેમજ પુરસોત્તમ બાગ અને જવાહર બાગ ના રીનોવેશન માટે 1 કરોડ 30 ની ફાળવણી કરવામાં આવી છે ત્યારે અંકલેશ્વર ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે “કમલમ્ તળાવ” સહિત પુરસોત્તમ બાગ અને જવાહર બાગ ના રીનોવેશન મળી કુલ રૂપિયા 3 કરોડ 72 લાખ ના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કમલમ તળાવ ખાતે વોકવે,યોગા એરીયા ,ચીલ્ડ્રન પ્લે ઝોન ,સહીત ની સુવિદ્યા ઓ ઉપલબ્ધ કરવામાં આવશે આ ખાતમુહૂર્ત પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, જીલ્લા કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ, પાલિકાના મુખ્ય અધિકારી કેશવલાલ કોલડિયા, સહીત નગર પાલિકા ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.