
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટે
અંકલેશ્વર લાખા હનુમાનજી મંદિર ખાતે શ્રી રામ સેના દ્વારા મહા આરતી અને મહા પ્રસાદી યોજાઈ હતી. સંતો મહંતો અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા માં મહા સંમેલન પણ યોજાયું હતું. મોટી સંખ્યામાં લોકો શ્રાવણ માસના અંતિમ શનિવાર અનુલક્ષી યોજાયેલ મહા આરતી અને પ્રસાદનો લાભ લીધો હતો.




શ્રાવણ માસના અંતિમ શનિવાર ના રોજ શ્રી રામ સેના દ્વારા પૌરાણિક તીર્થ ક્ષેત્રે એવા પુન ગામ સ્થિત લાખા હનુમાનજી મંદિર ખાતે મહા આરતી અને મહા પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિરાટ સંમેલન પણ યોજવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ ના મહંત મુક્તાનંદ સ્વામી, લાખા હનુમાનજી મંદિર મહંત મંગળદાસજી તેમજ અન્ય સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની વિશેષ ઉપસ્થિતિ માં સંતો મહંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુક્યો હતો. હિન્દૂ સમાજ સંગઠિત બંને અને સમાજ એક જૂથ થઇ આગળ વધે તેવા આશ્રય સાથે કરવામાં આવેલા આયોજન માં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ડૉ હિતેન્દ્રસિંહ દેવધરા તેમજ અન્ય મહાનુભાવો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તો તમામ એ લાખા હનુમાનજી ની સામુહિક મહા આરતી કરી કાર્યક્રમ ના અંતે મહા પ્રસાદી નો લાભ લીધો હતો.