વડોદરામાં યોજાયેલ ત્રીજી મેગા નેશનલ લોક અદાલતને મળ્યો વ્યાપક પ્રતિસાદ

૨૦૯૬૪ કેસોનો નિકાલ: રૂ.બે અબજ અગિયાર લાખથી વધુ રકમનું સેટલમેન્ટ

  જિલ્લા કાનુની સેવા સતા મંડળ, વડોદરા દ્વારા નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરીટીના નેજા હેઠળ,ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરીટીના માર્ગદર્શન હેઠળ તેમજ વડોદરામાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ અને ડિસ્ટ્રિકટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેનની અધ્યક્ષતામાં આ વર્ષની ત્રીજી મેગા નેશનલ લોક અદાલતનું આયોજન  કરવામાં આવ્યું હતું.

         આ લોક અદાલતમાં કુલ ૨૫,૦૪૧ કેસો મુકવામાં આવ્યા હતા. જેમાંથી મોટર અકસ્માતના ૨૦૧ કેસો તથા એન.આઈ. એક્ટના  ૪૦૪૮ કેસો એમ મળી સમાધાન લાયક કુલ- ૬૪૧ર કેસોનો લોક અદાલતમાં નિકાલ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત ૧૪,પપર  સ્પેશીયલ સીટીંગ સહિત કુલ-૨૦૯૬૪ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. પ્રિલીટીગેશનમાં ટ્રાફીક ચાલણના ૪૩,૭૯૨ તથા બેન્ક તથા કંપનીના મળી કુલ ૯૭૭ કેસમાં સમાધાનથી નિકાલ કરી ૨,૦૦,૧૧,૬૦,૭૮૦ રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હોવાનું જિલ્લા કાનુની સેવા સતા મંડળ,વડોદરાની યાદીમાં જણાવાયું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *