વડોદરામાં ગઝલકારોને પ્લેટફોર્મ મળી રહે તે માટે  ગઝલની સંગાથે કાર્યક્રમ યોજાયો

રાજ્યભરમાંથી  ૧૪ જેટલા કવિ અને ગઝલકારોએ ભાગ લીધો

   કલા અને સંસ્કારી નગરી વડોદરા સ્થિત વાણિજ્ય ભવનના ઓડિટોરિયમ ખાતે એનિમેશન એન્ડ એન્ટરટેઇનમેન્ટ નેશનલ કાઉન્સિલ અને WICCI દ્વારા  ગઝલકારોને પ્લેટફોર્મ મળી રહે તે માટે યોજાયેલ ગઝલની સંગાથે કાર્યક્રમને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલુભાઈ શુક્લ,જાણીતા લેખિકા ડૉ.નીતા ભગત અને જયેશ ઠક્કર સહિતના મહાનુભાવોએ શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન નિવા જોશીએ કર્યુ હતું.

        કલાકારો તેમની કલાની પ્રસ્તુતિ કરવા ઉત્સુક હોય છે,ત્યારે વડોદરામાં યોજાયેલ ગઝલની સંગાથે કાર્યક્રમમાં ગઝલોમાં ખેડાણ કરતા ગઝલકારોએ તેમની રચનાઓ રજૂ કરી હતી. વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ વડોદરા આવેલા કવિઓ અને ગઝલકારોને આવકારી ગઝલ અને તેના ભાવક વિશેની રસપ્રદ જાણકારી આપી આયોજકોને અભિનંદન આપ્યા હતા. આગામી દિવસોમાં આ પ્રકારના કાર્યક્રમો કરીને નવોદિત કવિઓને  નવા ગઝલ કલાકારોને એક પ્લેટફોર્મ મળી રહે તે માટે વધુ કાર્યક્રમ યોજવા તેમણેજણાવ્યું હતું.

        ગઝલની સંગાથેમાં  રાજ્યભરમાંથી આવેલા ૧૪ જેટલા કવિ અને ગઝલકારોએ ભાગ લીધો હતો. ગિરિરાજ બ્રહ્મભટ્ટ,જયશ્રી પટેલ, રાજેશ બ્રહ્મભટ્ટ, ડૉ.દીના શાહ , વિભાવરી લેલે, મનહર ગોહિલ, મહેશ બ્રહ્મભટ્ટ,સુરેશ પરમાર, દિપ્તી વછરાજાની, દિનેશ ડોંગરે જૈમિન ઠક્કર ધર્મેશ રમણલાલ પાગ સહિતના ગઝલકારો અને કવિઓએ તેમની રચનાઓ રજૂ કરી હતી. ગઝલની સંગાથે કાર્યક્રમ માણવા કવિઓ અને શહેરના ગઝલ રસિકો ઉપસ્થિત રહી ગઝલકારો અને કવિઓની રચનાઓ માણી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *