સ્વામીવીવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગાંધીનગર પ્રેરિત તાપી જીલ્લા સ્વામીવીવેકાનંદ યુવા બોર્ડ દ્રારા વિધાકુંજ વિદ્યાલય વિરપુર ખાતે દિગ્વિજય દિવસની યુવા દિકરિઓ સાથે ઉજવણી કરવામાં આવી.

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,
આજરોજ સ્વામીવીવેકાનંદની ધર્મસભા શિકાગો ખાતે વર્ષ ૧૮૮૫ ૧૧ મી સપ્તેમ્બર ના રોજ અમેરિકા માં યોજાઈ હતી જેને ગુજરાત સરકાર દિગ્વિજય દિવસ તરીકે ઉજવે છે. જે સંદર્ભે તાપી જીલ્લાના રાજ્ય યુવા બોર્ડના સંયોજક સૌરભ કોકણી, સહસયોજક રિશી નાયકના અધ્યક્ષ સ્થાને વિરપુર શાળામાં આચાર્ય કેતન શાહ ની ઉપસ્તિથી મા કરાયો.આજે વકૃતત્વ સ્પર્ધા કરી નવ દીકરીઓ માથી ત્રણને ઇનામો આપ્યા,રોકડપુરસ્કાર અને પ્રમાણપત્ર આપી દિગ્વિજયદીવસ મનાવ્યો. કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી કેતન શાહ, શિક્ષકો તેમજ વિશેષ બક્ષીપંચના પ્રદેશ સભ્ય રાજુ મોહિતે ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય દ્રારા સૌનું બુકે – પુસ્તકથી આવકાર સ્વાગત કર્યું. દિગ્વિજય દિવસનું મહાત્મય સમજાવ્યું. સૌરભ કોકણી દ્રારા વિવેકાનંદની જીવન વિશે પ્રેરક વાતો કરી. શાળા માં ક્રાયક્રમ કરવા અનુમતિ આપી તે બદલ શાળા સંચાલક નો આભાર માન્યો કાર્યક્રમનું આયોજન વિરપુર શાળાની શિક્ષિકા પ્રિયંકા ગામીતે કર્યું હતું. સૌને ચા-નાસ્તો, અલ્પાહાર તેમના દ્રારા કરાવ્યો હતો. આભારવિધિ સહ સંયોજક રિશી નાયકે કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *